Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોબાઈલમાં OTP આવે એટલે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરી દેવો

૧૮ વર્ષથી ઉપરના લોકોએ વેકસીન માટે આ રીતે રજીસ્ટ્રેશન કરવું

* ૧૮ વર્ષ થી વધુ વયના તમામ વેકિસનેશન માટે રજિસ્ટ્રેશન ૨૮ એપ્રિલથી શરૂ થશે.

* વેકિસનના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ  આ મુજબ છે. 

(૧)https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.

(૨) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર કિલક કરો.

(૩) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

(૪) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

(૫) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

(૬) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.

(૭) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

(૮) ત્યારબાદ નજીકનું કોવિડ વેકિસનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

(૯) સેન્ટર સિલેકટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

(12:58 pm IST)