Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપા માટે જોખમ : કંગના રણૌત

મુંબઇ,તા. ૨૭: કંગના રણૌત પોતાના ટવીટથી સતત ચર્ચામાં રહે છે. જો કે તે ઘણી વાર ટવીટરની નીતિઓ પર સવાલ ઉઠાવતી રહે છે. હવે કંગનાએ પહેલી વાર ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર થઇ રહેલા કન્‍ટેન્‍ટ પર નારાજગી વ્‍યકત કરી છે. તેણે કહ્યુ કે આનો ઉપયોગ વિપક્ષ પોતાના માટે કરી રહ્યો છે.

કંગનાએ પોતાના પહેલા ટવીટમાં લખ્‍યુ છે કે ઇન્‍સ્‍ટાગ્રામ બેવકૂફ લોકોથી ભરેલુ છે. અહીં ઓછા આઇકયુ અસહનીય છે. ફકત સારી એ છે કે નાના વ્‍યવસાયને તક મળે છે પણ હવે વિપક્ષ તેનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યો છે. ઇન્‍સ્‍ટાગ્રામ મુર્ખોથી ભરપૂર છે. જે પમિી ફુવડતાને પ્રમોટ કરી રહ્યુ છે અને ભાજપા વિરૂધ્‍ધ નફરત ફેલાવે છે.

પોતાના પછીના ટવીટમાં કંગનાએ ઇન્‍સ્‍ટાગ્રામ રીલ્‍સ પર લખ્‍યુ છે કે આ મધ્‍યમ વર્ગનું ટીકટોક છે. આ મુર્ખાઓને મુડવાદીઓ, સામ્‍યાવાદીએ અને જેહાદીઓએ હાઇ જેક કરી લીધા છે. ભાજપા માટે ૨૦૨૪ની ચૂંટણીમાં તે મોટુ જોખમ બની શકે છે. જો આ જોકરો ફેશનના નામે શર્ટની નીચે સાઇકલીંગ શોર્ટસ પહેરી શકે તો તેમને કોઇ પણ વ્‍યકિત આરામથી બહેકાવી શકે છે.

(10:49 am IST)