Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર જોવા મળી: નવા કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો: મુંબઈમાં લગભગ ૬૦ ટકા કેસ ઘટી ગયા: ગુજરાતમાં યથાવત ૧૪ હજાર આસપાસ નવા સત્તાવાર કેસ નોંધાયા, ટૂંકા ગાળા માટે લોકડાઉનની જરૂર હોવાનો સૂર

મુંબઈ : લોકડાઉનના પગલે મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, ૨૪ કલાકમાં ૪૮૭૦૦ નવા કેસ, વહેલા દરરોજ ૬૫ હજાર આસપાસના કેસ નોંધાતા હતા: યુપીમાં  આજે પણ ૩૩ હજાર ઉપર કોરોના કેસ નોંધાયા:  પૂણેમા ૫૦ ટકા કેસ ઓછા થયા, ૬૦૪૬ નવા કેસ: ગુજરાતમાં યથાવત રોજના ૧૧૪ હજાર નવા કેસ: દિલ્હી,  કેરળ અને કર્ણાટકમાં ૨૦, ૨૧ અને ૨૯ હજાર નવા કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા: કર્ણાટકમાં બે અઠવાડિયાનો કર્ફ્યુ, લોકડાઉન જેવા આકરાં નિયંત્રણો લદાય, એકલા બેંગ્લોરમાં ૧૬૫૪૫ કેસ: આંધ્ર, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, અને રાજસ્થાનમાં ૧૦ થી ૧૪ હજાર નવા કોરોના કેસ નોંધાયા: મુંબઈમાં ૩૮૭૬ કેસ  નવા કેસમાં ૬૦% જેવો મોટો ઘટાડો, ઉદ્ધવ ઠાકરે સરકારની લાજવાબ કાર્યવાહી: જ્યારે આસામ ૩૧૩૭, કોલકાતા ૩૮૬૮, ગોવા ૨૩૨૧, જમ્મુ-કાશ્મીર ૨૧૩૫ અને  હિમાચલમાં ૧૭૦૦ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતના અમદાવાદમાં ૫૬૧૯, સુરતમાં ૧૪૭૨, રાજકોટ ૫૪૬ અને વડોદરા ૫૨૮ સત્તાવાર  નવા કોરોના કેસ આજે સવાર સુધીમાં જોવા મળ્યા છે.

(10:22 am IST)