Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ડબલ મ્‍યુટન્‍ટ વાયરસના પણ ૧૬ જુદા જુદા વેરિયન્‍ટ છે ગુજરાતમાં

ગુજરાતમાં ૨ ફેબ્રુઆરીના રોજ ડબલ મ્‍યુટન્‍ટ વાયરસ સેમ્‍પલમાં જોવા મળ્‍યો હતો : સમય રહેતા સાવધાની રાખવામાં આવી હોય તો આજે ગુજરાતની આ સ્‍થિતી ન હોત : ખુદ કેન્‍દ્ર સરકાર હસ્‍તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે આ માહિતી

નવી દિલ્‍હી,તા. ૨૭: : તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો આતંક મચાવવા માટે જવાબદાર કોરોનાનો ડબલ મ્‍યુટન્‍ટ વાયરસ SARS-CoV-2 B.1.617 ના પણ ૧૬ જુદા જુદા વેરિયન્‍ટ્‍સ ગુજરાતમાં છે. આ જાણકારી દુનિયામાં કોરોના અંગે સચોટ અને ત્‍વરિતપણે માહિતી આદાનપ્રદાન કરવા માટે બનાવવામાં આવેલા માહિતી કોલોબ્રેશન પ્‍લેટફોર્મ GISAIDની વેબસાઇટ પર જોવા મળે છે.

ભારતના જુદા જુદા ૧૧ રાજયોમાં મળી આવેલા કોરોનાના વેરિયન્‍ટ અંગેની આ માહિતી GISAID પર ઇન્‍ડિયન SARS-CoV-2 કન્‍સોર્ટિયમ ઓન જીયોનોમિક્‍સ (INSACOG) ટીમના વૈજ્ઞાનિકોએ આપી છે. આ કેન્‍દ્રિય આરોગ્‍ય મંત્રાલય દ્વારા સ્‍થાફિત ૧૦ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું ગ્રુપ છે.

INSACOG વૈજ્ઞાનિકોએ આંતરાષ્ટ્રિય પ્‍લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્‍યું છે કે ગુજરાતમાં કોરોનાના ડબલ મ્‍યુટન્‍ટ ગ્‍.૧.૬૧૭ કોવિડ વાયરસના ૧૬ વેરિયન્‍ટ જોવા મળી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ૧૭૫ વેરિયન્‍ટ્‍સ અને પ. બંગાળમાં ૧૩૩ વેરિયનટ્‍સ જોવા મળ્‍યા છે. આ અંગેનો રિપોર્ટ GISAID માં ફેબ્રુઆરીમાં જ સબમિટ કરી દેવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત બીજી એક મહત્‍વની માહિતી એ પણ સામે આવી છે કે હાલ ગુજરાતમાં કોરોનાના યુકે વેરિયન્‍ટ SARSCoV-2 B.1.1.7 ના ૨૫ જેટલા વર્ઝન જોવા મળે છે. મહત્‍વનું છે કે યુકેમાં કોરોનાનો આ અપગ્રેડ વેરિયન્‍ટ સૌથી પહેલા ડિસેમ્‍બર ૨૦૨૦માં લંડન અને ઇંગ્‍લેન્‍ડના સાઉથ ઇસ્‍ટ અને ઇસ્‍ટ વિસ્‍તારમાં જોવા મળ્‍યો હતો. ગુજરાત દેશના કેટલાક જાગૃત રાજયો પૈકી એક છે જેણે શરુઆતમાં જ કોરોનાના નવા વેરિયન્‍ટને ઓળખી કાઢવા માટે INSACOGનો ભાગ એવી દિલ્‍હીની નેશનલ સેન્‍ટર ફોર સેલ સાયન્‍સ લેબોરેટરીને સેમ્‍પલ આપ્‍યા હતા.

GISAID અનુસાર કોરોનાના ડબલ મ્‍યુટન્‍ટ વાયરસ પ્રકાર B.1.617ના ગુજરાતમાં હાજરી આ વર્ષે પહેલીવાર ૨ ફેબ્રુઆરીના રોજ નોંધાઈ હતી. જયારે ત્રણ સેમ્‍પલ ટેસ્‍ટિંગમાં ડબલ મ્‍યુટન્‍ટ વાયરસ માટે પોઝિટિવ જોવા મળ્‍યા હતા. જે બાદ ૩ ફેબ્રુઆરીના રોજ ૨ સેમ્‍પલ મળ્‍યા અને તે પછી ૬ ફેબ્રુઆરીના રોજ બીજા ૩ સેમ્‍પલ મળ્‍યા જેમાં ડબલ મ્‍યુટન્‍ટ વાયરસ જોવા મળ્‍યો હતો.

દુનિયામાં કોરોનાના ત્‍વરિત અને સચોટ માહિતી માટેનું પ્‍લેટફોર્મ ઞ્‍ત્‍લ્‍ખ્‍ત્‍ઝને જર્મનીની સરકાર મેઇન્‍ટેન કરી રહી છે. જેને સિંગાપોર અને અમેરિકાથી હોસ્‍ટ કરવામાં આવી છે. જે ઇન્‍ફ્‌લુએન્‍ઝા અને કોવિડ-૧૯ પેન્‍ડામિક માટે જવાબદાર કોરોના વાયરસ અંગેના તમામ જીઓનોમિક ડેટાનો ઓપન એક્‍સેસ આપે છે.

(10:16 am IST)