Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હાલમાં કોઇને પણ ઘરમાં આમંત્રણ આપવાનો નહીં પરંતુ ઘરમાં જ રહીને માસ્ક પહેરવાનો સમય છે : નીતિ આયોગ

માસ્ક લગાવી અને ગાઇડલાઇનનું પાલન કરીએ તો જોખમ 30 ટકા સુધી ઘટી શકે

નવી દિલ્હી : દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે હવે સરકારનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે આપણે ઘરમાં પણ માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે, નિતી આયોગનાં સભ્ય ડો. વી કે પોલએ સોમવારે કહ્યું કે આ સમયે કોઇને પણ ઘરમાં આમંત્રણ આપવાની જરૂર નથી, પરંતું ઘરમાં જ રહીને માસ્ક લગાવીને રહેવાનો છે, ત્યા જ કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો જોવા મળે તો ઘરમાં જ રહીને આઇસોલેટ થવાની સલાહ આપી છે.

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે શરૂઆતનાં લક્ષણ જોવા મળે તો રિપોર્ટ આવે તેની રાહ ન જુઓ, તેમણે કહ્યું કે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવવાની પણ સંભાવના છે, પરંતું તેમ છતાં પણ ખુદને સંક્રમિત જ માનો અને તમામ ગાઇડલાઇનનું પાલન કરો.

આ ઉપરાંત આરોગ્ય સચિવ લવ અગ્રવાલએ માસ્ક નહીં લગાવવા પર કોરોનાનું જોખમ વધવાની આશંકા વ્યક્ત કરી, તેમણે કહ્યું કે જો બે લોકો માસ્ક લગાવતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા તો તેનાથી કોરોના સંક્રમણનું જોખમ 90 ટકા સુધી વધી શકે નહીં, જે વ્યક્તિ માસ્ક લગાવે છે અને ગાઇડલાઇનનું પાલન કરે છે, તો જોખમ 30 ટકા સુધી ઘટી શકે છે.

(12:00 am IST)