Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જેએનયુમાં લવ જેહાદ પર ફિલ્મનું સ્ક્રિનિંગ દેખાડતા બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

ફોટો તા; 28 JNU

દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સટી (જેએનયુ )માં ફિલ્મની સ્ક્રિનીંગને લઈને શુક્રવારે સાંજે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી કેમ્પસમાં વિવેકાનંદ વિચાર મંચ દ્વારા 'In the name of love' નામની એક ફિલ્મનું સ્ક્રીનિંગ ચાલી રહયું હતું તેના પર બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી

આ ફિલ્મમાં લવ જેહાદના નામ પર હિન્દૂ છોકરીઓના ધર્માન્તરનો મુદ્દો ઉઠાવાયો છે ફિલ્મની સ્ક્રિનીંગના વિરોધમાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયન અને લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં હતા  ત્યારે જમણેરી વિંગ અને લેફ્ટ વિંગ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી છાત્રો વચ્ચે જોરદાર ઝપાઝપી થઇ હતી તેમાં છેડતી થયાનો પણ આરોપ લગાવ્યો હતો

(11:18 pm IST)