Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

''નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કેરિયર એવોર્ડ'': અમેરિકાનો સુપ્રતિષ્ઠિત ગણાંતો એવોર્ડ મેળવી વતન ભારતનું નામ રોશન કરી રહેલા ૪ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર્સ

વોશીંગ્ટનઃ યુ.એસ.ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કેરીયર એવોર્ડ વિજેતા બનેલા વેસ્ટ વર્જીનીઆ યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અંતર જુટલા બાદ અન્ય ૩ ઇન્ડિયન અમેરિકનોએ પણ આ એવોર્ડ વિજેતા તરીકે સ્થાન હાંસલ કર્યુ છે.

આ ૩ ઇન્ડિયન અમેરિકનોમાં  કેલિફોર્નિયા યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર સુશ્રી અપર્ણા ચંદ્રમૌલીશરન, મિસ્સીસિપી સ્ટેટ યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રી નિરજ રાય, તથા કાર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી કાર્થિક શ્રીધરનનો સમાવેશ થાય છે.

(10:05 pm IST)