Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

28મી જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ: હેલિકોપ્ટરનું બુકીંગ શરૂ :ચાર જગ્યાએ રજીસ્ટ્રેશન સેન્ટર ખોલાયા

અમરનાથયાત્રા કરવા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે વખતે અમરનાથયાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. અમરનાથયાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ આજથી એટલે કે 27 એપ્રિલથી શરૂ થઈ ગયું છે વખતે રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે ચાર જગ્યાએ રજિસ્ટ્રેશન સેન્ટર ખોલવામાં આવ્યાં છે.વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન-રામ મંદિરમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશભરનાં વિવિધ રજિસ્ટ્રેશન સેન્ટરો પરથી અત્યારસુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.દેશભરમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બૅન્ક, યસ બૅન્કની વિવિધ શાખાઓ મારફત તીર્થયાત્રા માટે પહેલેથી રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

  શ્રી અરમનાથ શ્રાઇન બોર્ડના સીઈઓ ઉમંગ નરુલાએ જણાવ્યું હતું કે 60 દિવસ સુધી ચાલનારી વાર્ષિક અમરનાથયાત્રા 28 જૂનથી શરૂ થશે અને વર્ષે યાત્રા 20 દિવસ વધુ ચાલશે. અમરનાથયાત્રા રક્ષાબંધન દિવસ એટલે કે 26 ઑગસ્ટે સમાપ્ત થશે. એટલે કે અમરનાથયાત્રાનો આરંભ 28 જૂનથી 26 ઑગસ્ટ સુધી ચાલશે. 60 દિવસ ચાલતી યાત્રામાં દરરોજ 1500 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દરેક રુટ પર 7500 લોકોનો સમાવેશ થશે.

  અમરનાથયાત્રા માટે 15થી 74 વર્ષની વયના લોકો જઇ શકશે. યાત્રા માટે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પરવાનગી આપી નથી. સિવાય 14 વર્ષની વ્યક્તિ પણ યાત્રામાં ભાગ નહીં લઈ શકે. અમરનાથયાત્રા ભારતનાં ચાર મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે અને અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

  શ્રાવણ મહિનામાં યાત્રાનું મહત્વ વધી જાય છે. યાત્રા માટે શ્રદ્ધાળુઓ કઠણ ચઢાણ ચઢી અમરનાથની ગફામાં પહોંચે છે. શ્રદ્ધાળુઓ અહીં બરફથી કુદરતી રૂપથી બનેલા શિવલિંગના આકારનાં દર્શન કરે છે. ટ્રેકિંગ રુટ પર જુદાં જુદાં સ્થળે ભંડારા ચાલતા હોય છે. શ્રદ્ધાળુઓ માટે મફત ભોજન-વ્યવસ્થા ચાલતી હોય છે. અહીં તમને ઠંડું અને સાદું એમ બંને પ્રકારનાં પાણી પણ મળશે.

(9:26 pm IST)