Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કર્ણાટકમાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યું :ભાજપના આરોપ સામે કોંગ્રેસ બચાવની ભૂમિકામાં

જાહેરસભામાં રાહુલ ગાંધીએ વંદેમાતરમને એક પંક્તિમાં જ સમાપ્ત કરવાનું કહ્યું ;વિડિઓ વાયરલ

નવી દિલ્હી :કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રગાન વંદેમાતરમ નું અપમાન કર્યાનો ભાજપે આક્ષેપ કર્યો છે વિવાદ બાદ કોંગ્રેસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે અંગેનો વિડિઓ વાયરલ થયો છે જેમાં કર્ણાટકમાં એક જાહેર પ્રચાર સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કથિત રીતે રાષ્ટ્રીય ગીત વંદેમાતરમને એક લાઈનમાં પૂરું કરવાનું કહેતા દેખાઈ રહ્યા છે.
  
વીડિયોમાં કર્ણાટકના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે.સી વેણુગોપાલ તેમને વંદેમાતરમ ગીત માટે ઊભા થવાનું સૂચવે છે. ત્યારે રાહુલ ગાંધી તે વખતે વેણુ ગોપાલને રાષ્ટ્રગીત જલદી પૂરુ કરાવવા માટે સૂચવે છે. ત્યારે બાદ વેણુ ગોપાલે વંદેમાતરમ ગાનારા એક વ્યક્તિ પાસે જઈને કહ્યુ કે,'ફક્ત એક લાઈન ગાઓ' રાહુલ ગાંધી દ્વારા અને કોંગ્રેસ મંડળી દ્વારા રાષ્ટ્રગીતના કથિત અપમાનનો વીડિયો પ્રકાશમાં આવતાં કોંગ્રેસ બચાવમાં આવી ગઈ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે   ઘટના પ્રકાશમાં આવતાં બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને લખ્યુ કે,`વેલ ડન રાહુલ ગાંધી' અમિત માલવીયએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, `રાહુલ ગાંધીએ દક્ષિણ કન્નડમાં કોંગ્રેસની રેલી દરમિયાન વંદે માતરમને જલદી ખતમ કરવાનું કહ્યું '

  બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, "કર્ણાટકમાં એક જાહેરસભામાં રાહુલ ગાંધીએ વંદેમાતરમને એક પંક્તિમાં સમાપ્ત કરવાનું કહ્યું, માટે અમે તેમને શાહજાદા કહીએ છીએ.અધિકારની તેમની ભાવના ડરાવનારી છે. તે દેશને પરિવારની સંપત્તિ સમજે છે. શું કોંગ્રસી લોકો પોતાની ઈચ્છાથી પણ રાષ્ટગીતને માન આપી શકે છે?

  ઘટના બાદ કોંગ્રેસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે,ભાજપના આક્ષેપો પર જવાબ દેતા અને પોતાનો બચાવ કરતાં કોંગ્રેસના નેતા બ્રિજેશ કલપ્પાએ કહ્યું કે, કાર્યક્રમમાં એકવાર વંદે માતરમ ગવાઈ ચૂક્યું હતું. ત્યારે બીજી વખત વંદેમાતરમ ગવડાવવાની શરૂઆત થતાં રાહુલ ગાંધીએ ગીતને એક પંક્તિમાં સમાપ્ત કરવા સૂચન કર્યું હતું. આમાં વિવાદનું કોઈ કારણ નથી. કોંગ્રેસે બચાવ કરતાં એમ પણ કહ્યુ કે, બીજેપી બનાવટી વીડિયો ફેલાવી રહી છે.

(9:22 pm IST)