Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ડૂડલમાં મહાન કવયિત્રી, સ્વતંત્રતા સેનાની મહાદેવી વર્માને ડુડલ બનાવી ગૂગલે કર્યા યાદ

નવી દિલ્હી :આજે ગૂગલે તેના ડૂડલમાં મહાન કવયિત્રી, સ્વતંત્રતા સેનાની, મહિલાઓના અધિકાર માટે લડાઇ લડનાર અને શિક્ષાવાદી મહાદેવી વર્માને યાદ કર્યા છે.વર્ષ ૧૯૮૨માં ૨૭ એપ્રિલના રોજ મહાદેવી વર્માને ભારતીય સાહિત્યમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનના કારણે જ્ઞાનપીઠ અવોર્ડ એનાયત કરાયો હતો તેમના પરિવારમાં ૨૦૦ વર્ષ પછી પ્રથમ પુત્રીનો જન્મ થયો હતો. તેથી તેમને ઘરની દેવી-મહાદેવી માનીને તેમનું નામ મહાદેવી રાખવામાં આવ્યું હતું.

  આજે ગૂગલ ડૂડલમાં જોવા મળી રહેલા મહાદેવી વર્માના પોસ્ટરને કલાકાર સોનાલી જોહરા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ડૂડલમાં મહાન કવયિત્રીને હાથમાં ડાયરી અને પેન સાથે પોતાના વિચારોમાં ખોવાયેલા દર્શાવવામાં આવ્યા છે. મહાદેવી વર્માને મૉર્ડન મીરા પણ કહેવામાં આવે છે.કવિ નિરાલાએ તેમનેહિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ પણ કહ્યું છે.’
   
તેમનો જન્મ ૨૬ માર્ચ ૧૯૦૭ના રોજ ઉત્તરપ્રદેશના ફર્રૂખાબાદમાં થયો હતો. વર્ષ ૧૯૧૬માં જ્યારે તેઓ ફક્ત નવ વર્ષ હતા. ત્યારે તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. જો કે તેઓ લગ્ન બાદ તેમના માતા-પિતાના ઘરે રહેતા હતા. અને તેમણે ઇલાહાબાદની ક્રોસવાઇટ ગર્લ્સ શાળામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો

(8:55 pm IST)