Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વુહાનમાં વડાપ્રધાન મોદી-જિનપિંગની મુલાકાત:મોદીએ ડેમના સંભારણાવાગોળ્યા:વિશ્વની 40 ટકા વસ્તી માટે કામ કરવા બન્ને દેશોની જવાબદારી

ચીનના પારંપરિક નૃત્ય-સાંસ્કૃતિક કાર્યકમ દ્વારા બંને નેતાઓનું સ્વાગત : મોદીએ કહ્યું કે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવામાં બન્ને દેશ મોટી ભૂમિકા નિભાવશે :મોદીએ ઢોલ, ડ્રમ અને ઘંટ વગાડ્યા

વુહાન 'વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ચીનની મુલાકાતે છે.2014માં સત્તા પર આવ્યાં પછી પીએમ મોદી ચોથી વખત મુલાકાત છે ત્યારે વખતે બન્ને નેતાઓએ 27-28 એપ્રિલના રોજ 6 વાર મળશે.જિનપિંગને સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ કહ્યું કે, 'જ્યારે હું ગુજરાતનો સીએમ હતો, ત્યારે મે વુહાન વિશે સાંભળ્યું હતું. મે અહીંયાના ડેમ 'થ્રી જ્યોર્જ' વિશે ઘણું સાંભળ્યું હતું. જે સ્પીડથી તમે તેને બનાવ્યો તે પ્રસંશાને પાત્ર છે. તેનાથી મને પ્રેરણા મળી. એટલે હું ત્યાં સ્ટડી ટૂર પર પણ ગયો હતો. આખો એક દિવસ મેં ડેમ પર વિતાવ્યો હતો.'

  મોદીએ કહ્યું, 'ભારત અને ચીન બંન્નેની સંસ્કૃતિ નદીઓના કિનારે આધારિત છે. જો અમે ભારતમાં મોહનજોદડો અને હડપ્પા સભ્યતાઓની વાત કરીએ તો બધો વિકાસ નદીઓના કિનારે થયો છે.'

ચીનના વુહારમાં શિખર સંમ્મેલનની શરૂઆત થઇ ગઇ છે. પીએમ મોદી અને શી જિનપિંગે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચીનના પારંપરિક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બંન્ને નેતાનું સ્વાગત કર્યું હતું.

  બંન્ને નેતાઓની મુલાકાત અનૌપચારિક છે. એટલે બંન્ને નેતાઓ 6 મુલાકાતો દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર વાત કરશે. મુલાકાતોમાં કોઇ સમજૂતી કે જોઇન્ટ સ્ટેટમેન્ટ નહીં આપે. મુલાકાતોનો હેતુ છે કે નેતા એકબીજાના દ્રષ્ટિકોણ સમજી શકે. ચીને મોદીના સ્વાગત અને ખાનપાનનું વિશેષ ધ્યાન રાખ્યું છે.

મોદી એવા પહેલા વડાપ્રધાન હશે જેના માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે અનૌપચારિક શિખર બેઠક ગોઠવી છે.પ્રોટોકોલ પર ઘણું ધ્યાન આપનાર ચીની રાજનીતિમાં બહું મોટો અપવાદ છે.

 

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે અનૌપચારિક શિખર સંવાદ દરમિયાન ડેલિગેશન સ્તરની વાતચીત થઇ છે  મોદીએ કહ્યું કે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવામાં ભારત અને ચીન એક મોટી ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે બંને દેશોની વચ્ચે વિચાર, સમાન તક, સંપર્ક, સપના અને સંકલ્પ વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે જરૂરી છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ શી જિનપિંગને કહ્યું કે ભારતના લોકો વાત પર ગર્વ મહેસૂસ કરે છે કે હું પહેલો પીએમ છું, જેને તમે રાજધાનીની બહાર આવીને લેવા આવ્યા છો. ડેલિગેશન સ્તરની વાતચીત દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી થશે જો 2019મા આવી બેઠકનું આયોજન ભારતની ધરતી પર અમને કરવાની તક મળે. મોદીએ કહ્યું કે આપણા પર દુનિયાની 40 ટકા વસતી માટે કામ કરવાની જવાબદારી છે. તેનો મતલબ છે દુનિયાને ઘણી બધી મુશ્કેલીઓમાંથી આઝાદ કરાવા. તેના માટે સાથે કામ કરવું એક મોટી તક છે.

   પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખને કહ્યું કે છેલ્લાં 2000 વર્ષમાં 1600 વર્ષ સુધી ચીન અને ભારતે ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ માટે એન્જિનનું કામ કર્યું છે. દરમિયાન શી જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે વૈશ્વિક વિકાસ અને શાંતિ માટે બંને દેશોને વધુ સહયોગ કરવાની જરૂર છે. મને એવું લાગે છે કે અમે આવી અનૌપચારિક બેઠકો આગળ પણ ચાલુ રાખી શકે છે.

   ભૂતાન અને સિક્કિમની વચ્ચે આવેલ ડોકલામમાં ચીન અને ભારતની સેનાઓની વચ્ચે અંદાજે 70 દિવસ સુધી ચાલેલા તણાવ બાદ પહેલી તક છે જયારે બંને નેતાઓએ મુલાકાત કરી છે. બે દિવસની પીએમ મોદીની મુલાકાતમાં 24 કલાકમાં  પીએમ મોદી વખત શી જિનપિંગની મુલાકાત કરવાના છે. બંને નેતાઓની મુલાકાતથી ઉત્સાહિત ચીની મીડિયાએ એક નવા યુગની શરૂઆત ગણાવી છે.

 

ચીનની સાથે સંબંધોમાં આવેલ રૂક્ષતાને દુર કરવા માટે ચીનની બે દિવસીય યાત્રા પર ગયેલા વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતી શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત બાદ વડાપ્રધાને વુહાન પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. દરમિયાન વડાપ્રધાને ચીની પરંપરાને જાણવાનો પ્રયાસ કર્યો હતો. ચીની પરંપરાઓને જાણવાની સાથે સાથે વડાપ્રધાન મોદીએ અહીં ઢોલ, ડ્રમ અને ઘંટ વગાડ્યા હતા.

 વડાપ્રધાન મોદી જે સમયે મોદી સંગ્રહાલયમાં ચીનની ઐતિહાસિક વસ્તુઓને જોઇ રહ્યા હતા, તેમાં કેટલાક ઢોલ અને ડ્રમ પણ હતા. જેને વગાડવા માટે તેઓ લલચાયા હતા. તેઓ જ્યારે ઢોલ વગાડી રહ્યા હતા ત્યારે ચીની રાષ્ટ્રપતી તેમની નજીક ઉભા રહીને હસી રહ્યા હતા.

   વુહાનમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ચીની મીડિયા સાથે ચર્ચા કરતા શઈ જિનપિંગે કહ્યું કે, વસંતની મોસન છે અને તે ઘણી મહત્વની છે. તેમણે કહ્યું કે, વસંતનાં મહિનામાં કોઇની પણ સાથે મુલાકાતને ઘણી ખાસ માનવામાં આવી રહી છે. મુલાકાતથી બંન્ને દેશનાં સંબંધો વધારે મજબુત બનશે.

(8:54 pm IST)