Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જીએસટી મારફતે કુલ ૭૪૧ ટ્રિલિયનની કરાયેલી વસુલાત

એપ્રિલ મહિના માટે વસુલાતનો આંકડો મેમાં જારી : પ્રથમ ૮ માસમાં ૭.૧૭ ટ્રિલિયનની જીએસટી વસુલાત

નવીદિલ્હી, તા. ૨૭ : મોદી સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં ૭.૪૧ ટ્રિલિયન રૂપિયા જીએસટીમાંથી વસુલ કર્યા છે. પ્રથમ આઠ મહિનાના ગાળામાં ૭.૧૭ ટ્રિલિયન રૂપિયાની જીએસટી વસુલાત કરવામાં આવી હતી. જીએસટી વ્યવસ્થાના પ્રથમ વર્ષમાં ટેક્સરુપે સારી આવક થઇ હતી. છેલ્લા ચાર મહિનાના આંકડાની મહેસુલી ગણતરી હજુ કરવામાં આવી નથી. સરકારે જીએસટી વસુલાત નવી વ્યવસ્થા અમલી બન્યા બાદથી પ્રથમ આઠ મહિનામાં ૭.૧૭ ટ્રિલિયનની રાખી છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પુરા થયેલા આ ગાળા માટે જીએસટી વસુલાતનો આંકડો ૭.૪૧ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે. નાણામંત્રાલય તરફથી એક યાદીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં માત્ર ૨૪૦ અબજ રૂપિયા ઉમેરાયા છે. અગાઉના આઠ મહિનામાં સરેરાશ માસિક વસુલાત ૮૯૦ અબજ રૂપિયા રહી છે. જે સંકેત આપે છે કે, સરકાર ઇચ્છિત દિશામાં આગળ વધી રહી છે. હાલમાં જીએસટી વસુલાત ત્રીજા સપ્તાહ સુધી દાખલ કરવામાં આવેલા રિટર્નમાં જ થઇ રહી છે. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષથી આ મહિનાની શરૂઆત ગણાશે. સરકારે કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા છે. એપ્રિલ માટે વસુલાતનો આંકડો પહેલી મેના દિવસે જારી કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૦૧૭-૧૮ દરમિયાન જીએસટી હેઠળ કુલ વસુલાત મહેસુલી આંકડો ઓગસ્ટ ૨૦૧૭ અને માર્ચ ૨૦૧૮ વચ્ચેનો રહ્યો છે જે ૭.૧૯ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે. માર્ચના અંતમાં કેન્દ્ર સરકારે સેસ પુલમાં ૨૦૦ અબજ રૂપિયા ધરાવે છે. આનો ઉપયોગ મહેસુલી નુકસાન બદલ રાજ્યોને વળતર તરીકે આપવા માટે કરવામાં આવશે. ચીજવસ્તુઓની આંતરરાજ્ય હેરાફેરી વધારે સરળ બની છે. જીએસટી વ્યવસ્થાને લઇને શરૂઆતમાં ભારે વિવાદ થયો હતો.

(8:00 pm IST)