Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ભારતમાં અનૌપચારિક બેઠક માટે જિંગપિંગને પણ નિમંત્રણ

અનૌપચારિક બેઠકો પરંપરા બને તે ખુબ જરૂરીમોદીની ઓફરને ચીનના પ્રમુખે તરત જ સ્વીકારી લીધી

વુહાન, તા. ૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે આજે ખુબ જ સાનુકુળ માહોલમાં અનૌપચારિક શિખર બેઠક થઇ હતી. આ બેઠક દરમિયાન મોદીએ વર્ષ ૨૦૧૯માં આવી જ બેઠક ભારતમાં યોજવા માટે અને આના માટે ચીની પ્રમુખને હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીએ આગામી શિખર બેઠક ભારતમાં યોજવાની તૈયારી બતાવી હતી. મોદી તરફથી કરવામાં આવેલી આ ઓફરને ચીની પ્રમુખે સ્વીકારી લીધી હતી. ચીની પ્રમુખ જિંગપિંગ સાથે મધ્ય ચીની શહેર વુહાનમાં અનૌપચારિક શિખર બેઠકના ભાગરુપે પ્રતિનિધિસ્તરની મંત્રણા દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની અનૌપચારિક શિખર બેઠકો બંને દેશો વચ્ચે જારી રહે તે જરૂરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતમાં આ પ્રકારની અનૌપચારિક બેઠક યોજવા માટે અવકાશ છે. બીજી બાજુ જિંગપિંગે કહ્યું હતું કે, બંને દેશોએ ખુબ નજીકના સંબંધો સ્થાપિત કરી લીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘણી બધી સિદ્ધિઓ હાસલ કરવામાં આવી છે. ચીની પ્રમુખે ઉમેર્યું હતું કે, આ પ્રકારની મંત્રણાથી પારસ્પરિક સંપર્કો વધારે મજબૂત થશે.

(7:34 pm IST)