Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કઠુઆ દુષ્‍કર્મ-હત્યા કેસ સીબીઆઇને સોંપવાની અરજી ઉપર વિચારણા માટે ૭મી મે સુધી કાર્યવાહી ઉપર સુનાવણી કરવા સ્ટે

નવી દિલ્હીઃ કઠુઆ દુષ્‍કર્મ-હત્‍યા પ્રકરણમાં લોઅર કોર્ટમાં ચાલી રહેલ સુનાવણી ઉપર સુપ્રીમ કોર્ટે ૭મી મે સુધી સ્ટે આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ ધનંજય વાઇ ચંદ્વચૂડ અને ન્યાયમૂર્તિ ઇન્દુ મલ્હોત્રાની પીઠે કહ્યું કે તે કેસ ચંદીગઢ સ્થાળાંરિત કરવા માટે પીડિતાના પિતાની અરજી અને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા માટે આરોપીઓની અરજી પર સુનાવણી કરશે. પીઠે આ મામલે આગળની સુનાવણી માટે સાત મેને સૂચિબદ્ધ કરી છે.

ધુમંતુ અલ્પસંખ્યક સમુદાયની આઠ વર્ષીય બાળકી 10 જાન્યુઆરીને જમ્મૂ ક્ષેત્રમાં કઠુઆ નજીક ગામમાં પોતાના ઘરની પાસેથી ગુમ થઇ છે. એક અઠવાડિયા બાદ તે બાળકીની લાશ મળી ન હતી. ટોચની કોર્ટે ગુરૂવારે સખત ચેતાવણી આપતાં કહ્યું હતું કે અમારી અસલ ચિંતા મામલાની કેસની સુનાવણી લઇને છે અને જો તેમાં જરાપણ ઉણપ જોવા મળી તો આ મામલે જમ્મૂ કાશ્મીરની સ્થાનિક કોર્ટમાંથી બહાર સ્થળાંતરિત કરી દેવામાં આવશે. 

આ બાળકના પિતાએ પોતાના પરિવાર, પરિવારના એક મિત્ર અને પોતાની વકીલની સુરક્ષાના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં ટોચની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે આ બધાને યોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો આદેશ પોલીસને આપ્યો હતો. આ દરમિયાન સાંજી રામ સહિત બે આરોપીઓને સમગ્ર કેસની સીબીઆઇને તપાસ કરાવવા અને જમ્મૂમાં જ કરાવવા માટે અરજી દાખલ કરી હતી. 

(5:27 pm IST)