Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

છત્તીસગઢના બીજાપૂર જિલ્લામાં ૭ નક્સલીઓને ઠાર મરાયાઃ કોમ્‍બીંગ ઓપરેશન દરમ્યાન સફળતા

રાયપુરઃ આજે છત્તીસગઢ અને તેલંગણા પોલીસે સામુહિક ઓપરેશન દ્વારા સાત નક્સલીઓને ઠાર માર્યા છે.

બીજાપુર પોલીસ સુપ્રિડેન્ટ મોહિત ગર્ગનાં જણાવ્યાં મુજબ, નક્સલી અને પોલીસનાં બંને જૂથ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જે બીજાપૂરનાં ઇપેન્ટા ગામની નજીક આવેલાં જંગલમાં હતો.

નક્સલવાદીઓને ઠાર મારવા માટે છત્તિસગઢ પોલીસ અને તેલંગણા પોલીસે જે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યુ હતું તેમાં તેમને મોટી સફળતા મળી છે. આ મામલે

તેમને થોડા સમય પહેલાં જ જિલ્લાનાં આ જગંલોમાં નક્સલવાદીઓની હાજરી હોવાની બાતમી મળી હતી.

છત્તિસગઢની રાજધાની રાયપુરથી 500 કિલોમિટર દૂર ઇપેન્ટા ગામનાં જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ છુપાયા હતાં. આ ગોળીબારમાં જંગલમાં આગ પણ લાગી ગઇ હતી. ગોળીબાર બંધ થયા બાદ સિક્યોરિટી ફોર્સ દ્વારા નક્સલવાદીઓની ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી.

સ્પોટ એન્કાઉન્ટરની આ ઘટનામાં સાત બોડી મળી આવી હતી જેમાં એક મહિલાની પણ બોડી હતી. તેમની સાથેથી કેટલાંક હથિયાર અને માઓવાદીઓની કેટલીંક ચોપડી અને સાહિત્ય મળી આવ્યું હતું. હાલમાં આ વિસ્તારની વધુ તપાસ થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં એટલે કે માર્ચ મહિનામાં પણ નક્સલી કેમ્પમાં છત્તિસગઢ પોલીસે હુમલો કર્યો હતો અને સાત મહિલા સહિતનાં 10 નક્સલવાદીઓને ઠાર માર્યા હતાં.

(5:23 pm IST)