Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મનો સહારો લઇને રિલાયન્‍સ જીઓ ૭પથી ૮૦,૦૦૦ યુવકોને નોકરી આપશે

નવી દિલ્હીઃ રિલાયન્સ જીઓ આ વર્ષે 80,000 લોકોને નોકરી આપવા જઇ રહ્યું છે. કંપનીનાં ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સંજય જોગનું કહેવું છે કે, નાણાકિય વર્ષ (2018-19)માં કંપનીએ 75-80 હજાર લોકોને નોકરી આપવાનું લક્ષ્ય બનાવ્યું છે.

આપને જણાવી દઇએ કે સંજય જોગે સોસાયટી ઓફ હ્યૂમન રિસોર્સિઝ મેનેજમેન્ટ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ બાદ તેમણે પત્રકાર સાથે વાત કરતાં સમયે જણાવ્યું હતું કે, હાલમાં જિયો પાસે 1,57,000 કર્મચારીઓ છે.

આવી રીતે થશે નવી ભરતી : 

-સંજય જોગનાં જણાવ્યાં અનુસાર, કંપની દેશભરમાં આશરે 6,000 કોલેજ સાથે કોલોબ્રેશન કરશે.

-તેમાં ટેક્નિકલ કોલેજ પણ શામેલ છે.

-જેમાંથી કેટલીંક સંસ્થામાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વિષય પણ ભણાવાયછે.

-તેનાંથી વિદ્યાર્થીઓ સાધા કામ કરવા તૈયાર થઇ જાય છે.

-સંજય જોગે જણાવ્યું કે, રેફરલનાં માધ્યમથી જ નિયુક્તિ કરવામાં આવશે.

-તે માટે હવે સોશિયલ મીડિયા પ્લેટફર્મનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.

-રેફરલ દ્વારા જ ભરતીનાં કૂલ હાયરિંગમાં આશરે 60થી 70 ટકા ભાગ હોય છે.

-કોલેજ અને કર્મચારીઓએ રેફરેલની ભરતીમાં મોટું યોગદાન છે.

(5:22 pm IST)