Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

છ દશકા પછી દક્ષિણ કોરિયાની મુલાકાત લેનાર કિમ જોંગ-ઉન પ્રથમ ઉત્તર કોરિયાના શાસક બન્યાઃ આ માટે તેમની બહેનનું મોટુ યોગદાન

દક્ષિણ કોરિયાઃ છ દશકા બાદ દક્ષિણ કોરિયાના પ્રવાસે જનાર ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન પહેલા ઉત્તર કોરિયાઇ શાસક બની ગયા છે. આ માટે મહત્વનું યોગદાન તેમના બહેનને આપ્યું છે.

બંન્ને કોરિયાઈ દેશોને સાથે લાવવાના આ પ્રયત્નની પાછળ સૌથી વધુ મહેનત એક મહિલાએ કરી છે. આ ખૂબસૂરત મહિલા કિમ જોંગ ઉનની બહેન 30 વર્ષની કિમ યો જોંગ છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને નાની બહેનને પોતાની સલાહકાર બનાવી છે.

ઉત્તર કોરિયાના નવ સભ્યોના પ્રતિનિધિમંડળમાં દેશના ઓનેરેરી અધ્યક્ષ કિમ યોંગ નેમ, વિદેશ મંત્રી રી યોંગ હોય અને બહેન કિમ યો જોંગ પણ છે. કિમ યો જોંગ ઉત્તર કોરિયાની વર્કર્સ પાર્ટીના પ્રોપેગેન્ડા એન્ડ એજીટેશન ડિપાર્ટમેન્ટની નિદેશક છે. 7 દશકા પહેલા બનેલા આ દેશમાં મીડિયાને સેંન્સર કરવા અને સત્તાધારી પરિવારની છબીને મજબૂત કરવાનું આ વિભાગ કામ કરે છે.

કિમ યો જોંગે દક્ષિણ કોરિયામાં શીતકાલીન ઓલ્મ્પિક રમતો દરમિયાન સિયોલનો ઐતિહાસિક મુલાકાત પણ કરી હતી. કિમ જોંગને પોતાના ભાઇબહેનોમાં સૌથી વધારે વિશ્વાસ પોતાની આ બેહન પર છે. દેશમાં કિમ જોંગ પછી મહત્વનું સ્થાન બહેનનું છે. કિમ યો જોંગ ભાઇ સાથે રાજકીય મુલાકાતો અને મિલિટ્રી યુનિટ્સની મુલાકાતોમાં સાથે જાય છે.

(5:21 pm IST)