Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ર૦૧૯ની ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરશે

કોંગ્રેસનો વ્યૂહઃ પ્રિયંકા ગાંધી સપા-બસપાને મનાવશેઃ મહાગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવશે : સલમાન ખુરશીદ પ્રિયંકાના દૂત બન્યાઃ ભાજપના અસંતુષ્ટોને કોંગ્રેસ તરફ વાળવા રણનીતિ

નવી દિલ્હી તા. ૨૭ : ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે યુ.પી.માં મહાગઠબંધન માટે મંચ તૈયાર થઈ ચુકયો છે. સપા- બસપા આ માટે પોત -પોતાના નિવેદન આપી ચુકયા છે. પરંતુ આ મહાગઠંબંધનમાં પ્રિયંકા ગાંધીની પણ મહત્વની ભૂમિકામાં હશે. મહાગઠબંધનમાં સપા-બસપા સામે આવીને બીજેપીનો મુકાબલો કરશે. ત્યા કોંગ્રેસ પડદાની પાછળ રહી મહાગઠબંધનના ધર્મને નિભાવશે.

સૂત્રોનું માનીએ તો સપા-બસપાની શરતો પ્રમાણે કોંગ્રેસ મહાગઠબંધનમાં ખુલ્લીને સામે નહી આવે. કોંગ્રેસને સામે રહીને સપા-બસપા બીજેપીને હુમલાવાર બનવાનો કોઇ તક આપવા નથી માંગતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના એક અત્યંત નજીક અને ન્યૂઝ ચેનલ પર હંમેશાં સાઈકની જેમ તેમની સાથે રહેનાર સપાના એક કદાવર નેતાનું માનીઓ તો કોંગ્રેસ તરફથી મહાગઠબંધનનું અમલ પ્રિયંકા ગાંધી કરશે.

સુત્રોના કહેવા પ્રમાણે ગઠબંધનની વાતચીત માટે પ્રિયંકા ગાંધીના દૂત સલમાન ખુર્શિદ હશે. ત્યા જાણકારોની માનીએ તો સલમાન ખુર્શિદએ લખનઉ જઇને સપા અને બસપાના કેટલાક નેતાઓ સાથે વાચતીત પણ કરી હતી.૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હારથી બચવા માટે સપા-બસપાએ એક ખાસ યોજના તૈયાર કરી છે. સૂત્રોનુ માનીએ તો યુપીમાં કોંગ્રેસ તેમના ઉમેદવાર ત્યા ઉતારશે જયા તેને જીતનો વિશ્વાસ હશે. મતલબ એવા વિસ્તારમાં જયા કોંગ્રેસે પહેલા પણ જીત મેળવી હતી.

સપા-બસપાના ગઠબંધનની સામે કોંગ્રેસ તેમના ઉમેદવાર બીજેપીના એવા નેતાને બનાવશે જેની ટિકિટ બીજેપીએ રદ્દ કરી હોય અને તે બીજેપીથી નરાજ હોય. સપા-બસપાએ આ રણનીતિ બીજેપીના મત કાપવા માટે તૈયાર કરી છે. બીજી બાજુ ચર્ચા એ પણ છે કે ગઠબંધનમાં રાલોદ (રાષ્ટ્રીય લોકદળ પાર્ટી)નો પણ સમાવેશ થાય છે રાલોદને યુપીમાં બેથી ત્રણ બેઠક આપવામાં આવી શકે છે.આ અંગે એસપીએના પ્રવકતા જુહી સિંહનું કહેવુ છે કે, 'કોંગ્રેસ સાથે અમે પહેલા પણ ચૂંટણી લડી ચુકયા છીએ. આ લોકસભા ચૂંટણી છે અને કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે એટલે તેને કિનારા પર તો ન કરી શકાય. રહ્યો સવાલ બેઠકનો તો આ તમામ વાત બેસીને નકકી કરવામાં આવશે. કોંગ્રેસ ખુલીને સમર્થન કરશે યા તો પડદાની પાછળ રહીને એ તો પાર્ટીઓની વચ્ચે બેસીને નક્કી થશે.'(૨૧.૨૭)

(5:56 pm IST)