Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આ ઘોષણાપત્ર નહીં પણ કર્ણાટકના લોકોનો અવાજઃ મોદી સરકાર ભષ્ટ્રાચારમાં લીપ્તઃ રાહુલગાંધી

કર્ણાટકની ચૂંટણી માટે મેનીફેસ્ટો જાહેર કરતા કોંગ્રેસ અધ્યક્ષઃ પીએનબી, રાફેંલ ડીલ, રેડ્ડી બંધુઓને લઈને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારઃ ભાજપનો મેનીફેસ્ટો ફકત ૩ લોકો બનાવતા હોવાનું જણાવતા રાહુલ

બેંગલુરૃઃ આવનારી કર્ણાટક ચુંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનીફેસ્ટો (ઘોષણાપત્ર) બહાર પાડયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિધ્ધારમૈયા સહીતના અગ્રણીઓ હાજર રહયા હતા. રાહુલે ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે નરેન્દ્રભાઈએ કરપ્શન ફ્રિ ઘોષણાપત્ર જાહેર કરવાની વાત કરેલ પણ આજે તેમની સરકાર કરપ્નમાં ડુબેલી છે. પીએનબી કૌંભાંડથી લઈને રાફેલ ડીલ સુધી મોદી સરકારના હાથ ભષ્ટ્રાચારમાં ડુબેલા છે.

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેરેલ કે આ ઘોષણાપત્ર નહીં પણ કર્ણાટકના લોકોનો અવાજ છે. મેનીફેસ્ટોમાં રાજયના બધા જીલ્લાઓ, બધા બ્લોકની વાત કરાઈ છે. હાલમાં કોંગ્રેસ સરકારે ૯૫ ટકા વાયદાઓ પુરા કર્યાનું પણ તેમણે જણાવેલ.

રાહુલે મેંગલુરૂ ખાતે મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવેલ કે, ભાજપનું ઘોષણાપત્ર ત્રણ વ્યકિત મળીને બનાવે છે અને તેમાં ભષ્ટ્રાચારના રાઝ છુપાયેલા હોય છે. આરએસએસની વિચારધારા અને રેડ્ડી બંધુઓના કાળા કારોબારની વાત ભાજપના ઘોષણાપત્રમાં હોય છે જયારે કોંગ્રેસ પોતાના મેનીફેસ્ટીમાં કર્ણાટકના લોકોની વાત કરે છે, કર્ણાટકની સંસ્કૃતની વાત હોય છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઈ શાહના પુત્ર જય શાહ પણ ભષ્ટ્રાચાર મામલામાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેરેલ કે આજે દેશભરની નજર કર્ણાટક ઉપર છે કેમ કે કર્ણાટક બધાને એકજુટ કરે છે. કર્ણાટક સીલીકોન વેલીના રૂપે રોજગારી આપે છે.

ભાજપ જવાં સમાજનમાં નફરત ફેલાવે છે. ત્યાં કોંગ્રેસ લોકોમાં ભાઈચારા અને પ્રેમની વાત કરે છે. કર્ણાટક વિકાસ કરતુ રાજય છે. કોંગ્રેસનું આ ઘોષણાપત્ર તેને આગલા પડાવ સુધી પહોંચાડવાનું કામ કરશે.

રાહુલે અંતમાં જણાવેલ કે હું અહીંયા એ જણાવવા નથી આવ્યો કે લોકો માટે શું સારૂ છે, હું એ સાંભળવા આવ્યો છે, કે લોકો પોતાના સારા માટે શું ઈચ્છે છે? આ પ્રસંગે મુખ્યમંત્રી સિધ્ધારમૈયા ઉપરાંત, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગે, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરપ્પા મોઈલી, જી.પરમેશ્વર, બી.કે. હરિપ્રસાદ સહીતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહયા હતા. ૧૨મે ના રોજ યોજાનાર કર્ણાટકની ચૂંટણીમાં ૨૨૪ બેઠકો ઉપર મતદાન યોજાશે. જેનું પરિણામ ૧૫ મે ના રોજ જાહેર થશે.(૩૦.૬)

(4:06 pm IST)