Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઇતિહાસનું ત્રીજુ ક્ષમાદાન... મરણોપરાંત બોકસર જૈક જોનસનને ક્ષમા કરશે ટ્રમ્પ

છેલ્લા કેટલાક દશકાથી અમેરિકાના ન્યાય વિભાગ એવા લોકોની ક્ષમા અરજીઓને જોવાનો ઇન્કાર કરી ચૂકયુ છે જે જીવીત નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ બોકસીંગ ચેમ્પીયન જૈક જોનસનને માફ કરવાની તૈયારીમાં: કહેવાય છે કે, ઇતિહાસનું આ ત્રીજુ ક્ષમાદાન હશે, જે કોઇ રાષ્ટ્રપતિ દ્વારા કોઇ વ્યકિતના નિધન પછી જાણી જોઇને અપાશેઃ એવી જ રીતે જે તે સમયે જયોર્જ ડબ્લ્યુ બુશના શાસનકાળમાં પણ સહયોગી રહી ચૂકેલા સ્કૂટર લિબી ઉપર ૨૦૦૭માં સીઆઇએ એજન્ટનું નામ લીક કરવા મુદ્દે એફબીઆઇ સામે ખોટુ બોલવાનો આરોપ લગાડાયો હતો... પણ ટ્રમ્પ તરફથી લિબીને માફી મળી ગઇ, લિબી દ્વારા ન્યાય વિભાગ સમક્ષ ક્ષમાદાન માટે અરજી પણ નહોતી થઇઃ ૧૯૯૯માં બિલ કલીન્ટન દ્વારા પણ લેફટનન્ટ હેનરી ઓયેસિયન ફિલપરને નાણાકીય અનિયમિતાઓના આરોપમાંથી મૂકત કરી ક્ષમાદાન અપાયુ'તુઃ એવી જ રીતે ૨૦૦૮માં પણ જયોર્જ જબ્લ્યુ બુસે પણ સરકારી ખરીદ અધિકારી ચાર્લી વિન્ટરને મરણોપરાંત ક્ષમાદાન મળ્યુ'તુ

 હવે જયારે અભિનેતા સિલ્વેસ્ટર સ્ટાલોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી જૈક જોનસનને મરણોપરાંત ક્ષમા કરવાની અપીલ કરી, તો ટ્રમ્પ દ્વારા માફી આપવા મુદ્દે વિચારણા થઇ રહી છે.(૯.૩૦)

(4:01 pm IST)