Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કાસ્ટીંગ કાઉચ પર્સનલ ચોઈસ છે

ફિલ્મો મેળવવા કેટલાક લોકોને સમજૂતી કરવી પડતી હોય છે : શત્રુ

મુંબઈ : કોરીયોગ્રાફર સરોજ ખાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરી બાદ અભિનેતા અને સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યુ કે મનોરંજન અને રાજકારણમાં કાસ્ટીંગ કાઉચ થતુ હોય છે. સરોજ ખાન અને રેણુકા ચૌધરી ખોટા નથી. મનોરંજન અને રાજકારણમાં કામ કરાવવા માટે કાસ્ટીંગ કાઉચ થાય છે. જીવનમાં આગળ વધવા માટે આ બહુ જૂની ટેકનીક છે. શત્રુઘ્નએ કહ્યુ કે આ તો માનવ - જીવનના શરૂઆતથી થાય છે એમાં દુઃખી થવાની જરૂર નથી? બિહારી બાબુએ કહ્યુ કે કોરીયોગ્રાફીના ક્ષેત્રમાં રેખા, માધુરી અને શ્રીદેવીના કેરીયર જમાવવા માટે સરોજ ખાનનું અમૂલ્ય યોગદાન હતું.

બોલીવૂડના શોટગને કહ્યું કે સરોજ ખાન પોતાના દિલની જ વાત કરે છે. તેમણે જે બાબતે નિવેદન કર્યુ હશે તો તેમને એ વાતની ખબર હશે તો જ નિવેદન આપ્યુ હશે. હું સરોજ અને રેણુકાની વાતને સહમતી આપુ છું. મને ખબર છે ત્યાં સુધી ફિલ્મો માટે છોકરીઓને કેવા પ્રકારના સમજોતા કરવા પડતા હોય છે. મને ખબર નથી કે રાજકારણમાં કાસ્ટીંગ કાઉચને શું કહેવામાં આવે છે. 'કાસ્ટીંગ - વોટ કાઉચ' પણ કહી શકાય.(૩૭.૧૧)

 

(4:03 pm IST)