Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મોદી- જિનપીંગ ૨ દિવસમાં છ વાર મળશેઃ ખાસ ગુજરાતી ભોજન પીરસાશે

ચીને પ્રોટોકોલ તોડી ''અનઔપચારિક શિખર મંત્રણા''નું આયોજન કર્યુઃ ચીની રાજકારણમાં મોટો અપવાદ સર્જાયોઃ બન્ને નેતાઓની તમામ મુલાકાત અનઔપચારીકઃ વાતચિત થશે પણ કોઈ કરાર કે જોઈન્ટ સ્ટેટમેન્ટ નહીં થાય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ચીનની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ભારત- ચીન સીમા ઉપર ચાલી રહેલ તણાવભરી સ્થીતિને ધ્યાને રાખતા બંન્ને નેતાઓ વચ્ચેની આ ઔપચારીક બેઠકો ખુબ જ મહત્વની છે. બે દિવસ દરમિયાન કુલ છ વાર મોદી- જિનપીંગ વચ્ચે મુલાકાત યોજાવાની છે. આ મુલાકાતમાં કોઈ કરારો નહીં થાય કે મુલાકાત બાદ કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ નહીં આપવામાં આવે. આ મુલાકાતોને વિશેષજ્ઞો એક- બીજાની ભવિષ્યની યોજનાઓ, વિચારોથી વાકેફ થાય તે હેતુથી કરાઈ હોવાનું માની રહયા છે.

ચીન દ્વારા નરેન્દ્રભાઈ માટે ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી શાકાહારી હોવાથી બપોરે તથા રાત્રે ભોજનમાં ગુજરાતી મેનુ પીરસવામાં આવશે. આ ઉપરાંત ચીન પ્રોટોકોલ અંગે ખુબ જ સજાગ છે અને પ્રોટોકોલ ન તુટે તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તેવામાં ''અનઔપચારીક શિખર મંત્રણા'' નું આયોજન કરી ચીને પ્રોટોકોલ તોડયો છે. જે ચીની રાજકારણમાં ખુબ જ મોટો અપવાદ બની ગયો છે.

ભારતીય સમય મુજબ ૧ થી ૧:૩૦ દરમિયાન મોદી- જિનપીંગ વચ્ચે પ્રથમ મુલાકાત યોજાઈ હતી. જેમાં બંન્ને નેતાઓ વુહાન હુબી પ્રોવીંશીયલ મ્યુઝીયમ ખાતે યોજાયેલ એકઝીબીશનની મુલાકાત લીધી હતી. જયાં બંન્ને વચ્ચે દુભાષીયાની હાજરીમાં વન-ટુ- વન વાતચિત કરવામાં આવી હતી.

જયારે બીજી મુલાકાત બપોરે ૩:૩૦ થી ૪ દરમિયાન ઈસ્ટ લેક ગેસ્ટ હાઉસમાં યોજાઈ હતી. આ સ્થળ માઓના પ્રખ્યાત વિલા પાસે આવેલું છે. મુલાકાતમાં મોદી- જિનપીંગ વચ્ચે વિભીન્ન દ્વીપક્ષીય મુદ્દાઓ ઉપર વાતચિત થઈ  હતી.

ત્રીજી મુલાકાત માટે  બન્ ને નેતાઓ ૪ થી ૪:૦૫ સુધી લીડર્સ વોકમાં મળવાના છે. જયારે ચોથી મુલકાતમાં જિનપીંગે નરેન્દ્રભાઈના માનમાં કરેલ ડિનરના આયોજન વખતે ૪:૦૫ થી ૫:૩૦ સુધી થશે. જેમાં બન્ને દેશોવતી ૬-૬ લોકોનું પ્રતિનિધીમંડળ પણ સામેલ થનાર છે. ત્યારબાદ નરેન્દ્રભાઈ સાંજે ૫:૩૦ કલાકે હોટલમાં જવા રવાના થશે.

શુક્રવારના રોજ થયેલ ૪ મુલાકાત બાદ કાલે શનિવારે મોદી - જિનપીંગ ઈસ્ટ લેકના કિનારે વોક કરશે. ત્યારબાદ બન્ને નેતાઓ બોટીંગ કરી સાથે ભોજન લેશે. શનિવારે સવારે ભારતીય સમયમુજબ ૭:૨૦ થી ૮ સુધી વોક અને ૮ થી ૯ માં બોટીંગ કર્યા બાદ તેઓ ૯:૧૦ થી ૧૦:૧૦ સુધી લેક સાઈડ પેવેલીયનમાં લંચ લેશે.

જયારે બે દિવસીય પ્રવાસના અંતમાં નરેન્દ્રભાઈ કાલે શનિવારે જિનપીંગ દ્વારા શિખર સંમ્મેલનમાં શિરકત કરી રહેલ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને ખાસ મોદી માટે રાખવામાં આવેલ  ડિનરમાં સાંજે ૫ વાગ્યે સામેલ થશે. જે બન્ને નેતા વચ્ચેની છઠ્ઠી મુલાકાત હશે. ત્યારબાદ નરેન્દ્રભાઈ દિલ્હી પરત ફરનાર છે.

આ સમગ્ર બે દિવસીય પ્રવાસની છ મુલકાતોમાં વાતચિતનો કોઈ મુદ્દો નકકી કરવામાં આવ્યો નથી પણ બન્ને નેતાઓ વચ્ચે આતંવાદ, ડોકલામ વિવાદ, સીમા-  વિવાદ અને એનએસજીના મુદ્દા ઉપર વાતચિત થાય તેવી શકયતાઓ છે.(૩૦.૩)

 

(3:53 pm IST)