Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જનઆક્રોશ રેલીમાં જોડાવા મુંબઈથી વિશેષ ટ્રેનમાં કાર્યકરો દિલ્હી પહોંચશે

''રાજીવ ગાંધી સુપરફાસ્ટ એક્સપ્રેસ' ટ્રેનને સંજય નિરુપમ આપશે લીલીઝંડી

મુંબઇ:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 29 એપ્રિલે રામલીલા મેદાનમાં જનઆક્રોશ રેલીનું આયોજન થયેલ છે જેમાં ભાગ લેવા માટે 1200થી વધુ કાર્યકર્તા એક વિશેષ ટ્રેન દ્વારા દિલ્હી માટે રવાના થશે. આ ટ્રેનને 'રાજીવ ગાંધી સુપર ફાસ્ટ એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમ લીલી ઝંડી આપીને રવાના કરશે

 આ ટ્રેન આજે રાત્રે 11 વાગે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રવાના થશે અને 29 એપ્રિલના રોજ સવારે દિલ્હી પહોંચશે.

  મુંબઇથી દિલ્હી માટે રવાના થનાર રાજીવ ગાંધી સુપર ફાસ્ટ એક્સપ્રેસના દરેક ડબ્બાનું નામ કોંગ્રેસના એક નેતાના નામ પર હશે. આ વિશે જાણકારી આપતાં મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે જણાવ્યું કે બાબાસાહેબ આંબેડકર લોકમાન્ય તિલક સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વાતંત્ર્ય વીર સાવરકર જેવા મહાપુરૂષોના નામ આપવામાં આવ્યા છે. 

  સંજય નિરૂપમનું કહેવું છે કે મુંબઇ કોંગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર એક આખી ટ્રેન ભરીને મુંબઇ કોંગ્રેસના 1200થી વધુ કાર્યકર્તા એકસાથે દિલ્હીમાં આયોજિત આંદોલનમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. અનુપમનું કહેવું છે કે દેશભરમાંથી રાહુલ ગાંધીનો સાથ આપ્વા માટે કોંગ્રેસ કાર્યકર્તા 29 એપ્રિલના રોજ દિલ્હીમાં એકઠા થશે. 

 

(1:59 pm IST)