Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉન્નાવ ગેગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો સીબીઆઈ કરાવશે પોટેન્સી ટેસ્ટ:શશીસિંહના નિવાસે દરોડો

નવી દિલ્હી: ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના આજે કસ્ટડી રિમાંડ પુરા થાય છે.ત્યારે સીબીઆઇ કોર્ટ પાસે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની યૌન ક્ષમતાની તપાસ માટે પરવાનગી માંગી શકે છે. બીજી તરફ આરોપી કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહના ઘરે સીબીઆઇની છ સભ્યોની ટીમે તપાસ હાથ ધરી હતી

   સીબીઆઇ કેસની તપાસ માટે દરરોજ પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી અનુસાર સીબીઆઇની એક ટીમે આરોપી ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરનો પોટેંસી ટેસ્ટ કરાવવા માટે કેટલાક વિશેષજ્ઞોનો સંપર્ક કર્યો છે.

  મળતી માહિતી અનુસાર, યૌન ક્ષમતાની તપાસ માટે સીબીઆઇએ કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. ધારાસભ્ય કુલદીપ સેંગરની સીબીઆઇ રિમાંડ આજે પુરી થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ આરોપી ધારાસભ્યનો પોટેંસી ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી લઇ શકે છે.

   બીજી તરફ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહની પોક્સો કોર્ટે રિમાંડ વધાર્યા છે. સીબીઆઇ કોર્ટને અપીલ કરી હતી આરોપી શશિ સિંહ સાંજે 6 વાગ્યા સુધી સીબીઆઇના રિમાંડ પર રહેશે. 

   કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહના ઘરે સીબીઆઇની છ સભ્યોની ટીમની તપાસ કરી રહી છે અને તેમના આવાસની બહાર ગાડીને સીઝ કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર આ કારમાંથી પીડિતાને ગેંગરેપને આરોપિત લઇ ગયા હતા. સીબીઆઇ આ ગાડીને ફોરેંસિક તપાસ કરાવશે. ગાડીને માખી સ્થિત પોલીસ મથકમાં કબજામાં આપી છે. 

(2:50 pm IST)