Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વોટ્સએપ દ્વારા વધુ એક ફીચર્સ લોન્ચ :સેવ વોઇસ મેસેજીસ 'માં યુઝર્સ કોલ અને મેસેજનો અવાજ રેકોર્ડ કરી શકશે

નવી દિલ્હી :વોટ્સએપ દ્વારા વધુ એક ફીચર્સ લોન્ચ કરાયું છે વોટ્સએપના આ નવા ફીચરનું નામે સેવ વૉઇસ મેસેજિસ છે. આ ફીચરમાં યુઝર્સ વોટ્સએપના વૉઇસ મેસેજ સેવ કરી શકશે. વોટ્સએપનું આ નવું ફીચર ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ પર આવ્યું છે અને તેનું અપડેટ વર્જન ૨.૧૮.૧૨૩ છે. આ ફીચરને વોટ્સએપ પહેલા આઈઓએસ માટે પ્રસ્તુત કરી ચુક્યું છે અને હવે એન્ડ્રોઇડ માટે પણ લઈને આવ્યું છે.

   વોટ્સએપ સેવ વૉઇસ મેસેજ આવ્યા બાદ કોઈ યુઝર્સ વૉઇસ કોલ યૂઝર વોયસ મેસેજ રેકોર્ડ કરી રહ્યા હશે અને તે સમયે કંઇક થઈ જશે અથવા તો કોલ આવી જાશે અથવા પછી ફોનની બેટરી બંધ થઈ જશે, તો પણ તમે વૉઇસ મેસેજને સેવ કરી શકશો. તમારે બીજી વખત વોયસ મેસેજ રેકોર્ડ કરવાની જરૂરત પડશે નહી.

  હવે ૧૬ વર્ષથી ઓછી ઉમરમાં યુવા વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહી. આ અગાઉ વોટ્સએપ યૂઝ કરવાની ઉમર ૧૩ વર્ષની હતી. વોટ્સએપની ઉમરને લઈને આ નિર્ણય યૂરોપમાં લાગુ થશે. યૂરોપમાં નવા ડેટા પ્રોટેક્શનનો કાયદો લાગુ થવાનો છે.

(6:20 pm IST)