Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગ્રેટર નોઈડામાં ઓલા કેબમાં બંધક બનાવી મહિલા સાથે ગેંગરેપ

-ડ્રાયવર જબરજસ્તીથી દારૂ પીવડાવવા પ્રયાસ : જંગલમાં લઈને બંધક બનાવી કુકર્મ આચર્યું :આરોપીના કાકા સહીત છ લોકોની ધરપકડ

નવી દિલ્હી :ગ્રેટર નોઇડામાં ઓલા કેબમાં મહિલાને બંધક બનાવી ગેંગરેપની ઘટના બહાર આવી છે નોયડાની કંપનીમાં કામ કરતી એક મહિલાનો આરોપ છે કે તેને સુરજપુર જવા માટે સેક્ટર 37 થી ઓલા કેબ બુક કરી હતી. મુસાફરી દરમિયાન રસ્તામાં ડ્રાઇવર મહિલાને જબરદસ્તીથી દારૂ પીવડાવવાનો પ્રયત્ન કરતા મહિલાએ ઇન્કાર કરતા ડ્રાઇવરે તેના સાથીઓ સાથે મળી ગૈંગરેપ કર્યો.

  આ ઘટના થાના બારચા કતવાલી વિસ્તારના દયાનગરની છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ડ્રાઈવર સહિત કેબમાં બેઠેલા લોકોએ દારૂ ન પીવા પર કેબને દયાનગર ગામ નજીક ઝારચા જંગલમાં લઇ જઇને રોકી દીધી હતી અને ત્યાં જ બંધક બનાવીને ગૈંગરેપ કર્યો.હતો 

  મહિલાના કહેવા પ્રમાણે, તે કોઈ પણ રીતે જંગલથી ભાગીને દયાનગર ગામ પહોંચી ગઇ હતી, જ્યાં શૉર મચાવવા પર ગામ વાળા જાગી ગયા હતા. ત્યાંથી મહિલાએ પોલીસને ફોન કરીને બોલાવ્યા હતા. હાલમાં આરોપી ફરાર છે પરંતુ પોલીસે આરોપીના કાકા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મહિલાને પણ મેડિકલ તપાસ માટે મોકલી છે .

   અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે (24 એપ્રિલ) ગ્રેટર નોયડાની નામી પ્રાઇવેટ સ્કૂલની 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ચાલતી કારમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થીનિ સાથે 3 યુવકોએ ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીએમાંથી એક પીડિતાનો ક્લાસમેટ અને એક સંબંધી સામેલ હતો

(2:50 pm IST)