Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કિમ-મુનની ચર્ચાની સાથે સાથે

વિશ્વના દેશો મંત્રણાને લઇને આશ્ચર્યચકિત થયા...

        શિયોલ,તા. ૨૭ : ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન આજે સવારે સરહદ પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચી ગયા હતા. કિમે અમેરિકા સહિતના દેશોને દક્ષિણ કોરિયામાં પહોંચીને તમામને ચોંકાવી દીધા છે. ઐતિહાસિક શિખર મંત્રણાના ભાગરૂપે કિમ પહોંચી ગયા હતા. કિમ અને મુનની મુલાકાતની સાથે સાથે નીચે મુજબ  છે.

*    ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન આજે સવારે સરહદ પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચ્યા

*    કમે સરહદ પાર કરીને દક્ષિણ કોરિયામાં પહોંચી ગયા દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જેઇ ઇન સાથે એ બિનલશ્કરીગર્સત ક્ષેત્રમાં હાથ મિલાવ્યા હતા.

*    કિમ જોંગ વર્ષ ૧૯૫૩માં કોરિયન યુદ્ધની સમાપ્તિ બાદ દક્ષિણ કોરિયાની જમીન પર પગ મુકનાર પ્રથમ ઉત્તર કોરિયન નેતા છે.

*    દક્ષિણ કોરિયાના પ્રમુખે પહેલા એક પગલુ ઉત્તર કોરિયાની સરહદ પર વધારીને કિમ જોંગને કહ્યુ હતુ કે તેમને મળીને ખુબ ખુશી થઇ રહી છે.

*    ઉત્તર કોરિયા તરફથી નવ સભ્યોનુ એક પ્રતિનિધીમંડળ પણ પહોંચી ગયુ છે.

*    વિશ્વના તમામ દેશોની નજર હવે તેમના પર કેન્દ્રિત થઇ ગઇ છે.

*    વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૦૭માં પ્યોંગયાંગમાં શિખર બેઠક બાદ આ પ્રકારની આ ત્રીજી બેઠક છે.

*    ઉત્તર કોરિયાએ હાલમાં અનેક પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરીને દુનિયાના દેશોને નારાજ કર્યા હતા

*    એક વખતે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઇ ગયા હતા

*    ઉત્તર કોરિયાએ મોડેથી પરમાણુ હથિયારોને છોડી દઇને વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી

*    અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે પણ કિમ વાતચીત કરનાર છે

*    ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખ વચ્ચે વાતચીત એવા સમય પર યોજાઇ રહી છે જ્યારે વિશ્વના દેશો વચ્ચે હાલમાં જુદા જુદા વિષય પર મતભેદો થઇ રહ્યા છે

(12:42 pm IST)