Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રીલાયન્સમાં લાવલાવ... મારૂતીમાં વેચવાલી નીચા મથાળેથી ૩પ હજારનું બોટમ ટચ કરતું બજાર

ઇન્ડેક્ષ ર૭૩ અપ સાથે ૩૪૯૮૭: નીફટી ૮૦ ઉછળી ૧૦૭૦૦: બેન્કીંગ શેરોમાં પણ ઉછાળા..: રીલાયન્સનો ભાવ ૧ હજારને આંબી ગયોઃ મારૂતીનું ખરાબ પરીણામ આવતા ૩ ટકા તૂટયો

રાજકોટ તા. ર૭ :.. રીલાયન્સમાં રીઝલ્ટ પુર્વે લાવલાવ થઇ પડયું હતું. સારા રીઝલ્ટની આશાએ શેર જાયન્ટ ગણાતો રીલાયન્સ આજે ઉછળી ૯૯૯-૧ હજારને આંબી ગયો હતો.

તેના કારણે બજારમાં પણ તેજીનો આખલો ધમધોકાર ભાગ્યો હતો, નીચલા મથાળેથી શેરબજારે ૩પ હજારનું બોટમ ઘણા દિવસો બાદ ટચ કર્યુ હતું. જેમાં રીલાયન્સની ખાસ આગેવાની હતી. ઇન્ડેક્ષ બપોરે રાા વાગ્યે ર૭૩ ઉછળી ૩૪૯૮૭ તથા નીફટી ૮૦ ઉછળી ૧૦૭૦૦ જોવા મળી હતી.

જો, કે સામે ઓટો જાયન્ટ મારૂતીનું રીઝલ્ટ ખરાબ આવતા તેજી ધીમી પડી હતી, મારૂતી ૯૧૦૦ થઇ રાા થી ૩ ટકા તુટી ૮૮૦૦ નો ભાવ જોવાયો હતો, તેની પાછળ ઓટો શેરોમાં ઉપલા લેવલે સાવચેતી જોવાઇ હોવાનું આગેવાન બ્રોકરોએ ઉમેર્યુ હતું.

દરમિયાન બેન્કીંગ સેકટરમાં પણ સુધારો હતો, એકસીસ બેંકનું રીઝલ્ટ ખરાબ આવ્યુ છતાં બેન્કીંગ શેરો લાઇમ લાઇટમાં હતાં. તેજીનો દોર બજારમાં ચાલુ રહેશે તેમ આગેવાન બ્રોકર અને ૬૦ થી વધુ એફ.આઇઆઇનું  કામકાજ સંભાળતા એક જાણકાર બ્રોકરે ઉમેર્યુ હતું. (પ-ર૬)

(4:03 pm IST)