Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સોશ્યલ મિડીયા ઉપર ચૂંટણી પંચની લગામ

ફેસબુક- ટવીટર- વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ ઉપર આવતા મહિનાથી આચાર સહિતા લાગુ કરવાનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી તા.૨૬: ચુંટણીપંચ ફેસબુક,ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા મહિનાના અંત સુધીમાં આચાર સંહિતા લાગુ કરશે, જેવી દેશની ચુંટણી પ્રક્રિયાને સોશ્યલ મીડિયા દ્વારા કોઇ પ્રભાવિત કરી શકે નહી પંચે ફેસબુક ડેટા લીક મામલો સામે આવ્યાબાદ આચાર સંહિતા લાગુ કરવાનો નીર્ણય લીધો હતો.

કેમ્બ્રીજ એનાલિટીકા દ્વારા ફેસબુક ડેટાથી ભારતીયોને ચૂંટણી દરમ્યાન પ્રભાવિત કરવાના મામલે સરકારે બંને કંપનીઓની ફરી નોટીસ ફટકારી છે જયારે ચૂંટણીપંચ સોશ્યલ મીડિયાની આવી ગતિવિધિઓ પર સંપૂૂર્ણરીતે રોક લગાવા માટે આવતા બે સપ્તાહમાં આચાર સંહિતાને અંતિમરૂપ આપશે. ત્યારબાદ કાયદા મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને તેને આવતા મહિના સુધીમાં લાગુ કરવામાં આવશે. મુખ્ય ચુંટણી આયુકત ઓપી રાવતે કહ્યું કે મતદાતા ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે પ્રભાવિત થાય નહિ આ અંગે દરેક સંબંધિત પગલા ભરવા માટે પંચ પ્રતિબધ્ધ છે એજ કારણ છે કે પંચ આચારસંહિતા લાવી રહી છે.આચારસંહિતા લાગુ થયા બાદ જો કોિ સોશ્યલમિડિયા પ્લેટફોર્મ અથવા તેના સંબંધિત તેમજ તે અંગે કાયદાનું ઉલ્લંધન કરશે તો તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાશે.(૯.૪)

(11:39 am IST)