Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજસ્થાનમાં ભાજપ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગોટે ચઢ્યા !

બન્ને પક્ષો ગોટાળા ઉકેલી શકતા નથીઃ વસુંધરા-શાહની બેઠક બાદ પણ ડખ્ખા ચાલુઃ એમ.પી. કોંગ્રેસના દૂર કરાયેલા પ્રમુખ આડા ફાટયા - ચૂંટણી ન લડવા ઘોષણા

નવી દિલ્હી, તા. ૨૭ :. રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખનો મામલો વધારે ગંભીર બન્યો હોવાનું સૂત્રો કહે છે. અમિત શાહ અને વસુંધરા રાજેની બેરક બાદ પણ પ્રશ્ન નથી ઉકેલાયો. બન્ને નેતા અક્કડ રહેતા બેઠક નિષ્ફળ રહ્યાનું વર્તુળો જણાવે છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં કમલનાથને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ પણ કોંગ્રેસમાં વિવાદ શાંત નથી થયો. દૂર કરાયેલા પ્રદેશ અધ્યક્ષ યાદવે નારાજ થઈને ઘોષણા કરી છે કે, હું ચૂંટણી નહિ લડું. નવા હોદેદારોની ઘોષણા બાદ દિગ્વીજયસિંહ પણ અલોપ થઈ ગયા છે.(૨-૫)

(11:38 am IST)