Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

'ઓશો'ની વસિયત - દસ્તાવેજો મેળવવા શું પગલા લીધા?

યોગેશ ઠક્કરની અરજી સંદર્ભે મુંબઇ હાઇકોર્ટનો હુકમઃ ઓશો - રજનીશના વસીયત - દસ્તાવેજો સ્પેન કોર્ટમાંથી મેળવવા સમય લાગશેઃ મુંબઇની આર્થિક ગુન્હા શાખાનો જવાબઃ ઠક્કર કહે છે ૨૩ વર્ષ પછી બહાર આવેલ આ વસિયત રજનીશજીની સહી કરી બોગસ બનાવાયું છે

મુંબઇ તા. ૨૭ : મુંબઇ હાઇકોર્ટે દિવંગત આધ્યાત્મિક ગુરૂ 'ઓશો' રજનીશની વસિયત અને કેટલાક સંબંધીત દસ્તાવેજો સ્પેનથી મેળવવા શું પગલા લેવાયા છે એના પર પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો પૂણે પોલીસની આર્થિક ગુના શાખાને નિર્દેશ આપ્યો છે. બેન્ચે ૨૯ જૂન સુધી અહેવાલ રજૂ કરવાનું જણાવ્યું છે.

રજનીશની સહી ધરાવતા અને તેમણે બનાવ્યા હોવાનું મનાતા વસિયત અને અન્ય સંબંધીત દસ્તાવેજો મેળવવા સ્પેનની કોર્ટને વિનંતી પત્ર પૂર્ણે કોર્ટે આપી દીધું હોવાનું અને આમા થોડો સમય લાગશે એમ આર્થિક ગુના શાખાએ હાઇકોર્ટને જણાવતા કોર્ટે ઉકત નિર્દેશ આપ્યો હતો.

યોગેશ ઠક્કર નામના પૂણેના રહેવાસીએ કરેલી અરજીની સુનાવણીમાં આ નિર્દેશ અપાયો હતો.

અરજીમાં દાવો કરાયો હતો કે આધ્યાત્મિક ગુરૂના અવસાનના ૨૩ વર્ષ બાદ બહાર આવેલું વસિયત બોગસ છે. અરજીમાં દાવો કરાયો છે કે, સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ ફાઉન્ડેશનના નામે ઇન્ટલેકચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ટ્રાન્સફર કરવા રજનીશની સહી કરીને બોગસ વસિયત બનાવ્યું છે.

અગાઉની સુનાવણીમાં કોર્ટે રજનીશની વસિયતની મૂળ નકલ મેળવવાનો આર્થિક ગુના શાખાને આદેશ આપ્યો હતોે. અરજદારના કહેવા મુજબ આ નકલ સ્પેનની કોર્ટ સમક્ષ એકવાર રજૂ કરવામાં આવી હતી.(૨૧.૯)

 

(11:36 am IST)