Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હિસારના 23 વર્ષના, 7 કિલો વજન અને 2 ફૂટ હાઈટવાળા મનપ્રિતને લોકો ભગવાનનો અવતાર માનીને કરે છે પૂજા

જન્મ સમયે સામાન્ય બાળક પણ હાલની સ્થિતિ જોઈ પરિવાર દુઃખી :ના કદ વધ્યું ના વજન :મનપ્રિતના આશીર્વાદ લેવા લાગે છે લોકોની ભીડ

 

હિસાર: એક 23 વર્ષના અને વજન લગભગ 7 કિલો ધરાવતા અને હાઈટ 2 ફૂટથી પણ ઓછી હોય તેવા મનપ્રિતને લોકો ભગવાનનો અવતાર માનીને પૂજા કરે છે વર્ષ 1995માં મનજીત કૌર અને જગતાર સિંહના ઘરે જ્યારે મનપ્રીતનો જન્મ થયો ત્યારે તે સામાન્ય બાળક જેવો હતો.પણ,આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મનપ્રીતનો પરિવાર પોતાના પુત્રને જોઈને દુઃખી થઈ રહ્યો છે.

    23 વર્ષ પછી સ્થિતિ એવી છે કે, લોકો મનપ્રીતને ભગવાનનો અવતાર માનીને દૂર-દૂરથી પૂજવા આવે છે. લોકો ભલે મનપ્રીતને ભગવાન માનતા હોય પણ આજે હાલત એવી છે કે, તે ચાલી શકતો નથી અને બરાબર બોલી પણ શકતો નથી.

  મનપ્રીતના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવનારા લોકોની ભીડ લાગેલી રહે છે. જન્મના 6 મહિના બાદથી મનપ્રીતનું ના કદ વધ્યું કે ના વજન. આસપાસના લોકોનો દાવો છે કે, મનપ્રીત દુનિયાનો સૌથી ઓછા કદની વ્યક્તિ છે.

  પરિવારનું કહેવું છે કે, જ્યારે મનપ્રીતનું કદ અને વજન વધવાનું બંધ થઈ ગયું ત્યારે ડોક્ટરોને બતાવવા પર જાણવા મળ્યું કે, હોર્મોન્સની કોઈ બીમારી છે. રૂપિયા હોવાના કારણે સમયે સારવાર થઈ શકી અને હવે બીમારી સ્થાયી થઈ ચૂકી છે.

   મનપ્રીત હવે ચાલી શકે છે અને બોલી શકે છે. જ્યારે તે 3 વર્ષનો હતો ત્યારે તે ચાલી શકતો હતો, પરંતુ ધીરે-ધીરે તેની તબિયત બગડતી ગઈ. મનપ્રીતની માતાએ જણાવ્યું કે, સંબંધીઓ અને આસપાસના લોકો તેને ભગવાનનો અંશ માનીને પૂજે છે. મનપ્રીતના બે ભાઈ છે, જે સંપર્ણ રીતે સ્વસ્થ છે. લોકો માટે ભગવાન બની ગયેલો મનપ્રીત જાતે કંઈ કરી શકતો નથી અને હાલ તો પરિવારના લોકો પર નિર્ભર છે.

(12:00 am IST)