Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

AIRCELL લોન કૌભાંડ મુદ્દે સીબીઆઈનો સપાટો :10 શહેરોમાં 50થી વધુ સ્થળોએ દરોડા કાર્યવાહી

નવી દિલ્હી :એક્સેલ સનશાઇન લિમિટેડ. આઇડીબીઆઇ બૅન્કે આ કંપની વિરુદ્ધ 600 કરોડની લોન ભરપાઈ ન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.સીબીઆઇએ બૅન્કની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર તપાસ એજન્સીએ સી. શિવશંકરનની એક્સેલ સનશાઇન લિમિટેડ અને ફિનલેન્ડ ખાતેની વિન વિન્ડ ઓય કંપનીનાં 50થી વધુ સરનામાં પર દરોડા પાડ્યા છે
  . આઇડીબીઆઇ બૅન્કે એવો આક્ષેપ કર્યો છે કે, શિવશંકરને ફેબ્રુઆરી, 2014માં તેમની બૅન્કમાંથી 530 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને અંતે આ રકમ 600 કરોડના NPAમાં પરિણમી હતી. 

  એજન્સીએ ફોજદારી કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કાયદા અંતર્ગત વિન વિન્ડ ઓય, ફિનલેન્ડ અને એક્સસેલ સનશાઇન લિમિટેડના લોન અકાઉન્ટનો દુરુપયોગ કરવાની ફરિયાદ દાખલ કરી છે
  . અત્રે ઉલ્લેખનીય છે કે શિવશંકરન સ્પેકટ્રમ સહિતના અનેક કેસમાં ફસાયેલ એરસેલ કંપનીના પ્રમોટર રહી ચૂક્યા છે. 

   સીબીઆઇએ આઇડીબીઆઇ બૅન્કની ફરિયાદના આધારે શિવશંકરનની દિલ્હી, મુંબઈ, ફરિદાબાદ, ગાંધીનગર, ચેન્નાઈ, બેંગ્લોર, બેલગાંવ, હૈદરાબાદ, જયપુર અને પૂણે સ્થિત ઑફિસો અને ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇએ આઇડીબીઆઇ બૅન્કના ઉચ્ચ અધિકારઓ પર પણ આકરી કાર્યવાહી કરી છે. સીબીઆઇ દ્વારા શંકાસ્પદ અધિકારીઓનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વધારે શંકાસ્પદ હોય તેવા અધિકારીઓને પુછપરછ માટે પણ બોલાવવામાં આવી શકે છે. જરૂર જણાય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

   સીબીઆઇ દ્વારા 10 શહેરોમાં કંપનીન વિવિધ 50 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં દિલ્હી, મુંબઇ, ફરિદાબાદ, ગાંધીનગર, ચેન્નાઇ, બેંગ્લોર, બેલગામ, હૈદરાબાદ, જયપુર અને પુને ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા
  . અત્રે ઉલ્લેખનીય છે કે, શિવશંકરને 2014નાં ફેબ્રુઆરી મહિનામાં 530 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે ત્યાર બાદ તે ચુકવી નહોતી.

(12:00 am IST)