Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રવિવારે ખુલશે કેદારનાથ મંદિરના કપાટ: વીઆઇપી કલ્ચર ખતમ

શ્રદ્ધાળુઓએ મંદિર સુધી પહોંચવા 18 કી,મી, લાંબી મંઝિલ કાપવી પડશે બાબા કેદારનાથના દર્શન માટેનો ભેદભાવ દુર

કેદારનાથ ધામની યાત્રાએ જનારા સામાન્ય ભક્તો માટે સારા સમાચાર છે  આ વર્ષે વીઆઇપી કલ્ચરને ખતમ કરાશે.કેદારનાથ મંદિરના કપાટ આ વખતે 29 એપ્રિલે ખુલવાના છે. આ વખતે શ્રધ્ધાળુઓ સાથે કોઇ જાતનો ભેદભાવ રાખવામાં નહીં આવે. તમામ યાત્રીઓને એક સાથે એક રીતે જ દર્શન કરવાનો મોકો આપવામાં આવશે. જે યાત્રી હેલીકોપ્ટર દ્વારા આવશે અને બદ્રી કેદાર મંદિર સમિતિની પાવતી ફડાવશે એણે પણ દર્શન કરવા લાઇનમાં જ ઉભા રહેવું પડશે.

   કેદારનાથના દર્શન કરવા માટે અત્યાર સુધી શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગતી હતી. કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે શ્રધ્ધાળુઓએ 18 કિલોમીટર લાંબી મંઝીલ કાપવી પડે છે. પગપાળા કે ઘોડા-ખચ્ચરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ રસ્તો ઘણો વિકટ હોવાથી નજીક પહોંચતાં ભારે ભીડ જામતી હતી. એક લાઇન સામાન્ય ભક્તો માટે લાગતી તો બીજી લાઇન વીઆઇપી માટે લાગતી હતી. પરંતુ આ વરસથી વીઆઇપી કલ્ચર ખતમ કરવામાં આવ્યુ છે.
   અગાઉ વીઆઇપી શ્રધ્ધાળુઓ હેલીકોપ્ટરથી આવતા હતા અને એમને મંદિરમાં તુરંત જ પ્રવેશ અપાતો હતો. ઉપરાંત જે ભક્ત પૂજાની અલગથી પાવતી ફડાવે તો એને પણ આવો લાભ અપાતો હતો. જોકે વીઆઇપી કલ્ચર સામે વિરોધ ઉઠતાં સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.  

(12:00 am IST)