Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજસ્થાનમાં 7 વર્ષની બાળકીને પુજારીએ બનાવી હવસનો શિકાર

કાલીચટ મંદિર ઊંચાઈએ હોવાથી પિતાએ દીકરીને રસ્તામાં આવતા હનુમાન મંદિરે બેસાડી દીધી પાછા ફરતા જોયું તો પુત્રી પુજારીના રૂમમાં હતી પુત્રીની હાલત જોઈ હોશ ઉડી ગયા

અજમેર :ધાર્મિક સ્થળની આડમાં સેવાધારી બનીને જીવનવિતાવતો એક પુજારીએ 7 વર્ષની માસુમ બાળાને હવસનો શિકાર બનાવી હતી શર્મસાર કરનારી આ ઘટના બાદ સક્રિય થયેલી અલ્વર ગેટ થાણા પોલીસે તાકીદે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો છે અને બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે

  થાણા પ્રભારી હરિપાલસિંહે જણાવ્યું કે પીડિતાના પિતાની ફરિયાદ હતી કે બુધવારે સાંજે કાલીચટ મંદિરમાં દર્શન કરવા જઈ રહયો હતો તેની સાત વર્ષની પુત્રી તેની સાથે હતી મંદિર ઊંચાઈ પર હોવાના કારણે રસ્તામાં હનુમાન મંદિર પર દીકરીને બેસાડી દીધી હતી ત્યાં પૂજારી સેવાનંદ મોજુદ હતો તે પાછો ફર્યો ત્યારે તેની દીકરી હનુમાન મંદિર પાસે બનેલ પુજારી સેવાનંદના રૂમમાં હતી  આરોપી તેને પોતાની સાથે રૂમમાં લઇ ગયો હતો પિતાએ પોતાની પુત્રીને જે હાલતમાં જોઈ તેનાથી તેના હોશ ઉડી ગયા હતા

  આ તરફ ખબર મળતા અલ્વર ગેટ થાણા પોલીસ અને ગ્રામ્યજનો કાલીચટ મંદિર સ્થિત હનુમાન મંદિરે પહોંચ્યા હતા પોલીસે આરોપી પૂજારી સેવાનંદને ઝડપી લીધો હતો પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પરથી સગીરા સાથે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે

   પોલીસ તપાસમાં આરોપી કથિત પૂજારી મધ્યપ્રદેશના જબલપુર નિવાસી સેવાનંદ ઉર્ફે દેવીલાલ પુત્ર રામસિંહ વર્ષોથી હનુમાન મંદિરમાં સેવાદારીના રૂપમાં રહી રહયો છે પોલીસ તેના જબલપુરના ગુન્હાહિત ઇતિહાસ તપાસી રહી છે.

(12:00 am IST)