Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કિમ કાર્દેશિયન તેના શરીરના આકાર જેવી પરફ્યૂમની બોટલ કરશે લોન્ચ

મુંબઈ :રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દેશિયન ટૂંક સમયમાં એક પરફ્યૂમ લોન્ચ કરવાની છે પરફ્યૂમની બોટલ તેના શરીરના આકાર જેવી હશે 'સશોબિઝ ડોટ કોમ’ના મુજબ  ‘કીપિંગ અપ વિધ કાર્દેશિયન’ની સ્ટારનું લેટેસ્ટ કેકેડબ્લ્યુ પરફ્યૂમ આવતા મહિને બજારમાં આવવા માટે તૈયાર છે. 

    કિમ તેના પેકેજિંગને કારણે ખૂબ ઉત્સાહિત છે. તેણે ‘બિઝનેસ ઓફ ફેશન’ મેગેઝિનને કહ્યું છે કે, ‘હું જે આગામી પરફ્યૂમ લોન્ચ કરવા જઈ રહી છું, તે કમાલનું છે.’ કિમ કહે છે કે, ‘આ પરફ્યૂમની બોટલનો પ્રકાર મારા શરીરની મૂર્તિ હશે.’ કિમ કહે છે કે, ‘તેની સુગંધ પણ સારી છે. મને તેની પર ગર્વ છે.’

(9:06 am IST)