Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રિલાયન્સ ગ્રુપમાં અનિલ અંબાણીના પુત્ર અનમોલને સોંપાઈ મોટી જવાબદારી :રિલાયન્સ ગ્રુપમાં કદ વધ્યું

નવી દિલ્હી: અનિલ અંબાણીના મોટા દીકરા અનમોલ અંબાણી રિલાયન્સ કેપિટલના બોર્ડ મેમ્બર છે, પરંતુ હવે અંબાણી ગ્રૂપમાં તેમનું કદ વધી ગયું છે. રિલાયન્સ કેપિટલ બોર્ડના ડાયરેક્ટર અનમોલ અંબાણી હવે રિલાયન્સ નિપૉન લાઈફ એસેટ મેનેજમેન્ટ (RNAM) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHF) બોર્ડમાં સામેલ થઈ ગયા છે. રિલાયન્સ ગ્રૂપે  એક સ્ટેટમેન્ટ જારી કરી જાણકારી આપી.

   પુત્ર અનમોલને અંગે અનિલ અંબાણીએ કહ્યું કે, ‘અનમોલે ગ્રૂપની બધી કંપનીઓમાં સીનિયર લીડરશિપ ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે, જેના કારણે મોટી અને જાણીતી કંપનીઓનું ટેલેન્ટ પણ રિલાયન્સ તરફ આકર્ષિત થઈ રહ્યું છે. તેનાથી ભવિષ્ય માટે અમારી પોઝિશન મજબૂત થઈ રહી છે અને નવા વિચારની ઉન્નતિ થઈ છે.’

    અત્રે ઉલ્લેખનીય છે કે, અનમોલ અંબાણી 2016માં રિલાયન્સ કેપિટલ બોર્ડમાં સામેલ થયા હતા. અનિલ અંબાણીના કહેવા મુજબ, અનમોલ ગ્રૂપની ઘણી કંપનીઓના સીઈઓ સાથે મળીને સ્ટ્રેટેજી અને પરફોર્મન્સને પ્રગતિ આપવા અને તેને વધુ સારી બનાવવા માટે જબરજસ્ત કામ કર્યું છે.

  અનમોલ અંબાણીએ પોતાના નવા રોલને લઈને કહ્યું કે, ‘આજની ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાં રિલાયન્સ નિપૉન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં ઘણી શક્યતાઓ છે અને જેવું કે અમારા હાલના પરર્ફોમન્સથી જોવા મળે છે, અમે તકોને પકડવા ઈચ્છીએ છીએ.

(12:00 am IST)