News of Thursday, 26th April 2018

રિલાયન્સ ગ્રુપમાં અનિલ અંબાણીના પુત્ર અનમોલને સોંપાઈ મોટી જવાબદારી :રિલાયન્સ ગ્રુપમાં કદ વધ્યું

નવી દિલ્હી: અનિલ અંબાણીના મોટા દીકરા અનમોલ અંબાણી રિલાયન્સ કેપિટલના બોર્ડ મેમ્બર છે, પરંતુ હવે અંબાણી ગ્રૂપમાં તેમનું કદ વધી ગયું છે. રિલાયન્સ કેપિટલ બોર્ડના ડાયરેક્ટર અનમોલ અંબાણી હવે રિલાયન્સ નિપૉન લાઈફ એસેટ મેનેજમેન્ટ (RNAM) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHF) બોર્ડમાં સામેલ થઈ ગયા છે. રિલાયન્સ ગ્રૂપે  એક સ્ટેટમેન્ટ જારી કરી જાણકારી આપી.

   પુત્ર અનમોલને અંગે અનિલ અંબાણીએ કહ્યું કે, ‘અનમોલે ગ્રૂપની બધી કંપનીઓમાં સીનિયર લીડરશિપ ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે, જેના કારણે મોટી અને જાણીતી કંપનીઓનું ટેલેન્ટ પણ રિલાયન્સ તરફ આકર્ષિત થઈ રહ્યું છે. તેનાથી ભવિષ્ય માટે અમારી પોઝિશન મજબૂત થઈ રહી છે અને નવા વિચારની ઉન્નતિ થઈ છે.’

    અત્રે ઉલ્લેખનીય છે કે, અનમોલ અંબાણી 2016માં રિલાયન્સ કેપિટલ બોર્ડમાં સામેલ થયા હતા. અનિલ અંબાણીના કહેવા મુજબ, અનમોલ ગ્રૂપની ઘણી કંપનીઓના સીઈઓ સાથે મળીને સ્ટ્રેટેજી અને પરફોર્મન્સને પ્રગતિ આપવા અને તેને વધુ સારી બનાવવા માટે જબરજસ્ત કામ કર્યું છે.

  અનમોલ અંબાણીએ પોતાના નવા રોલને લઈને કહ્યું કે, ‘આજની ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાં રિલાયન્સ નિપૉન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં ઘણી શક્યતાઓ છે અને જેવું કે અમારા હાલના પરર્ફોમન્સથી જોવા મળે છે, અમે તકોને પકડવા ઈચ્છીએ છીએ.

(12:43 am IST)
  • યુપીએસસી સિવિલ સર્વિસ 2017 પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના પરીક્ષામાં દેશભરમાંથી 990 ઉમેદવારોને સફળતા મળી છે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજીત 20 જેટલા વિદ્યાર્થીઓ મેળવી છે. આ પરીક્ષામાં હૈદરાબાદના દુરિશેટ્ટી અનુદીપે ટોપ કર્યું છે. જ્યારે અનુ કુમારી બીજા સ્થાને છે આ ઉપરાંત સચિન ગુપ્તા ત્રીજા સ્થાને રહ્યા છે. જ્યારે જાણવા મળ્યા મુજબ ગુજરાતના મમતા પોપટે ઓલ ઇન્ડિયામાં 45મો રેન્ક મેળવ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ યુ.પી એસ સી ફાઇનલના આજે જાહેર થયેલા પરિણામ માં ગુજરાત ની 3 દીકરીઓ સહિત 20 ઉમેદવારોની પસન્દગી થવા માટે તેમને હ્રદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. access_time 3:23 am IST

  • અમદાવાદઃ બગોદરા ટોલબૂથ નજીકથી ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાયો છે. ઓઇલના ટેન્કરમાંથી વિદેશી દારૂની 500થી 600 પેટીઓ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.20 લાખથી વધુ થાય છે. પોલીસે ડ્રાઇવર સહિત બેની અટકાયત કરી છે. access_time 3:22 am IST

  • ધારાસભ્ય અંબરીશ ડેરની અટકાયત : અમરેલી : રાજુલાના રિલાયન્સ પીપાવાવ સામે ધારાસભ્ય અંબરીશ ડેરના ધરણા : પરવાનગી વિના થતા ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય અંબરીશ ડેર સહિત 100 જેટલા ધરણા કરી રહેલની પોલીસે કરી અટકાયત access_time 6:24 pm IST