Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

કિમ કાર્દેશિયન તેના શરીરના આકાર જેવી પરફ્યૂમની બોટલ કરશે લોન્ચ

મુંબઈ :રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દેશિયન ટૂંક સમયમાં એક પરફ્યૂમ લોન્ચ કરવાની છે પરફ્યૂમની બોટલ તેના શરીરના આકાર જેવી હશે 'સશોબિઝ ડોટ કોમ’ના મુજબ  ‘કીપિંગ અપ વિધ કાર્દેશિયન’ની સ્ટારનું લેટેસ્ટ કેકેડબ્લ્યુ પરફ્યૂમ આવતા મહિને બજારમાં આવવા માટે તૈયાર છે. 

    કિમ તેના પેકેજિંગને કારણે ખૂબ ઉત્સાહિત છે. તેણે ‘બિઝનેસ ઓફ ફેશન’ મેગેઝિનને કહ્યું છે કે, ‘હું જે આગામી પરફ્યૂમ લોન્ચ કરવા જઈ રહી છું, તે કમાલનું છે.’ કિમ કહે છે કે, ‘આ પરફ્યૂમની બોટલનો પ્રકાર મારા શરીરની મૂર્તિ હશે.’ કિમ કહે છે કે, ‘તેની સુગંધ પણ સારી છે. મને તેની પર ગર્વ છે.’

(12:39 am IST)
  • નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશને ગુજરાતની પાંચ બીએડ કોલેજો (૧) બીલીમોરાની શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય, (૨) બીએડ કોલેજ ખરોડ, (૩) સુભાષ બીએડ કોલેજ જૂનાગઢ, (૪) વિવેકાનંદ બીએડ કોલેજ નગલપુર મહેસાણા, અને (૫) વઢવાણની એમ એમ શાહ બીએડ કોલેજને બંધ કરવાની નોટિસ ફટકારી છે : મળતી માહિતી પ્રમાણે ગુજરાતની પાંચ બીએડ કોલેજોમાં અપૂરતા સ્ટાફના કારણે NCTEએ કોલેજો બંધ કરવા માટે ૧ મહિનાની નોટિસ આપી છે : ૧ મહિનામાં કોલેજોએ પુરતો સ્ટાફ ભરવાનો રહશે, નહી તો કોલેજ બંધ કરવાનો વારો આવશે access_time 3:22 am IST

  • યોગી સરકારથી સંઘ નારાજઃ આરએસએસ યોગી સરકારના પ્રધાનોનો કલાસ લેશેઃ આડેધડ નિવેદનોથી ભાજપની છબી ખરડાઇ રહી છેઃ સંઘ નક્કર વિચારો અને પાયાના કામ કરવાની શીખ આપશે access_time 11:27 am IST

  • રાજકોટ : પોલીસ કમિશ્નર ઓફીસના પરિસરમાં, 6 શખ્શોના ત્રાસથી થાકીને મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ : આ પહેલા પણ આ મહિલાએ પોતાના પતિના ત્રાસના લીધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો access_time 7:03 pm IST