Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અત્‍યાર સુધીમાં ભાગેડુ લોકો સામે કામગીરી કરી છે, કોઇ વ્‍યકિત દેશ છોડીને જાય તો હવે તેમની મિલ્‍કત જપ્‍ત કરાશેઃ રાજનાથસિંહની અધ્‍યક્ષતામાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની બેઠક યોજાઇ

ગાંધીનગર: ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ૨૩મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ તેમજ હંસરાજ આહિર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગાંધીનગરમાં બેઠકના સભાસ્થળે પહોંચ્યા હતા. બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ગૃહ સચિવ પણ હાજર છે. આ ઉપરાંત બેઠકમાં ગોવા તેમજ સંઘપ્રદેશ દિવ, દમણ અને દાદરાનગર હવેલીના મંત્રીઓ, વહીવટદારો પ્રશાશકો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આજની બેઠકમાં 11 માંથી 9 પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. એનડીએ સરકાર આવ્યા બાદ 697 માંથી 390 મુદ્દા સોલ્વ કરવામાં આવ્યા છે. દરેક રાજકીય પાર્ટીની જવાબદારી બને છે કે બંધારણીય સંસ્થાની ગરીમા જાળવે, ગેર સરકારી સંસ્થા હોય કે સરકારી સંસ્થા હોય બંને પક્ષોએ ગરીમા જાળવી જોઇએ. આજની બેઠકમાં રાજ્યમાં આવતા દારૂ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી ન હતી. 

રાજનાથ સિંહે બેઠકમાં જણાવ્યું હતું કે 2019ની ચુંટણીમાં ગુડ ગવર્નન્સ અને ડેવલપમેનટને લઇને આગળ વધશે. આવનારા કેટલાક વર્ષમાં ભારત એક માત્ર દેશ હશે જેની જીડીપી ડબલ ડીજીટમાં હશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઇ દેશ છોડીને ચાલી જાય છે તો તેની સંપત્તિ જપ્ત કરાશે. અત્યાર સુધી આવા ભગોડા લોકો પર આ સરકારે સૌથી વધારે કામ કર્યું છે. આ ઉપરાંત હાર્દિકની સીક્યુરીટીનો જવાબ ટાળ્યો હતો. 

(6:40 pm IST)