Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જર્મનીનું અતિ આધુનિક રેલ્‍વે સ્‍ટેશન મુસાફરો માટે આકર્ષણનું કેન્‍દ્રઃ તમામ સિગ્‍નલ સંપુર્ણ સ્‍વયં સંચાલીત અને નવી ટેકનોલોજીથી સુસજ્જ

નવી દિલ્હી: અનેક વખત જોવા મળે છે કે મોટા ભાગના લોકો બસમાં મુસાફરી કરવાને બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં સમય અને પૈસા બન્ને બચે છે. આપણે પણ ટ્રેનમાં મુસાફરી જરૂર કરી છે. રેલવે સ્ટેશનની વાત કરીએ તો ઘણા એવા સ્ટેશન જે વ્યસ્ત રહે છે. પરંતુ શું તમને ખબર છે કે વિશ્વનું સૌથી વ્યસ્ત રેલ નેટવર્ક ક્યુ છે, અને તે ક્યાં છે! કદાચ ખૂબ ઓછા લોકો જ આ વાતને જાણતા હશે.

જર્મનીના ફ્રેન્કફર્ટમાં વિશ્વની સૌથી અદભૂત અને રસપ્રદ રેલવે લાઇનની જાળ બિછાયેલી છે. જેને જોઈને કોઇપણ આશ્ચર્યચકિત થઇ જાય છે. તેની એક અનોખી વિશેષતા એ પણ છે કે આટલુ મજબુત રેલવે નેટવર્ક હોવા છતા આજ સુધી કોઈ પણ અકસ્માત વિશે સાંભળ્યું નથી. અહીં કોઈ પણ પ્રકારની અનહોની ઘટના ઘટી નથી.

અહીં તમામ સિંગ્નલ સંપૂર્ણ સ્વયંસંચાલિત અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ છે. અને અહીં ઝડપી ગતિની બુલેટ ટ્રેન માટે રેલવે ક્રોસિંગ અથવા ફાટકની કોઈ જરૂર નથી. આટલું સારૂ અને ઝડપી રેલ નેટવર્ક બનવાને કારણે ફ્રેન્કફર્ટના લોકો રેલમાં જ મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.

(6:37 pm IST)