Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હિન્‍દુસ્‍તાનનું ન્‍યાયી તંત્ર જોખમમાં, કેન્‍દ્ર સરકાર પોતાના જ લોકોને ન્‍યાયી તંત્રમાં ગોઠવવા ઇચ્‍છે છેઃ કપિલ સિબ્‍બલના પ્રહારો

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં જજ તરીકેની નિમણુંક મુદ્દે વિવાદ સર્જાતા અંગે કોંગ્રેસના વરિષ્ નેતા કપિલ સિબ્બલે આક્રોશ વ્યકત કરીને જણાવ્યું હતું કે હિન્દુસ્તાનનું ન્યાય તંત્ર જોખમમાં છે. કેન્દ્ર સરકાર પોતાના લોકોને ન્યાયતંત્રમાં ગોઠવવા માંગે છે.

કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે, જજ જોસેફે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના એનડીએ સરકારના નિર્ણયને બદલ્યો હતો. જજ કેએમ જોસેફની ગણના સૌથી લાયક જજમાં થાય છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમની સામે નિયુક્તિ બાધા બની રહી છે. કારણ કે કેન્દ્રને લાગે છે કે તેઓ લાયક નથી.

ઉલ્લેખનીય છે કે, લોયા કેસ અંગે વાત કરતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘સીબીઆઈ કોર્ટના જજ લોયાના મોતની એસઆઈટી તપાસ સાથે સંકળાયેલી દરેક અપીલો સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

આ સમગ્ર કેસમાં ચીફ જજ ઓફ ઇન્ડિયા દિપક મિક્ષાએ કહ્યું હતું કે, ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક ઉપર કોઇ સ્ટે નથી લાગ્યો. જો સરકાર જજ જોસેફના નામ ઉપર પુનર્વિચાર કરવા ઇચ્છે તો એમાં કંઇ ખોટું નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે કોલિજિયમ તરફથી મોકલવામાં આવેલી યાદીના નામોને અલગ કરવાના નિર્ણય ઉપર સીજેઆઈ દિપક મિક્ષાને વિશ્વાસમાં લીધા નથી. કેન્દ્રએ નાતો ઇન્દુ મલ્હોત્રાના નામને ફાઇનલ કરવા માટે સીજેઆઈ સાથે ચર્ચા કે સલાહ લીધી નથી. સરકારના આ એક તરફી નિર્ણયથી સુપ્રીમ કોર્ટના અનેક જજ નારાજ છે. ખાસ કરીને એ જજ જેઓ કોલિજિયમમાં ભાગ લીધો હતો. જણાવી દઇએ કે ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સાઇન કર દીધી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પદ અને ગોપનીયતાની શપથ લેશે.

(6:36 pm IST)