Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઇન્‍દુમલ્‍હોત્રાની નિમણુંક અંગે કેન્‍દ્ર સરકારના એક તરફી નિર્ણયથી નારાજગી

નવી દિલ્હીઃ સિનીયર વકીલ ઇન્દુ મલ્હોત્રાની નિમણુંક અંગે કેન્દ્ર સરકારના નિર્ણય સામે નારાજગી જોવા મળી રહે છે. ન્યાય પાલીકા અને કાર્ય પાલીકા વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જાન્યુઆરીમાં એવા જજોના નામની ભલામણ કરી હતી જેને અપગ્રેડ કરવાના હતાં. જેમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે. એમ. જોસેફનું નામ પણ સામેલ હતું. પરંતુ કાલે બુધવારે કેન્દ્ર સરકારે માત્ર ઇન્દુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી છે. જે પછી જસ્ટિસ કે. એમ. જોસેફ સાથે કેટલાક જજોનું નામ પેન્ડિંગ લિસ્ટમાં મુકી દીધું છે. જસ્ટિસ જોસેફ અત્યારે ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.

સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકારે કોલેજિયમે મોકલેલી લિસ્ટમાંથી નામો અલગ કરવાનાન નિર્ણયમાં સીજેઆઇ દિપક મિશ્રાને સાથે રખાયા ન હતા. કેન્દ્રે ન તો ઇન્દુ મલ્હોત્રાના નામને ફાઇનલ કરતી વખતે સીજેઆઈ સાથે ચર્ચા કરી હતી કે ન તો તેમની કોઇ સલાહ લીધી હતી. સરકારના આ એકતરફના નિર્ણયથી સુપ્રીમના ઘણાં જજો નારાજ છે. ખાસ કરીને એ કે જે જજ કોલેજિયમનો ભાગ છે.

સૂત્રોએ જણાવ્યું કે આ વાત પર વિસ્તૃત ચર્ચા કરવા માટે જજોએ આજે ગુરુવારે એક મહત્વની મિટીંગ બોલાવી છે. જેમાં સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાશે. સુપ્રીમ કોર્ટના ઘણાં જજોનું માનવું છે કે સરકારે સંવિઘાન સામે કામ કર્યું છે અને આવું કરીને તેમણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા સામે આવવાનો પ્રયત્ન કર્યો છે.

(6:34 pm IST)