Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાંચ સમજુતી : પીએમ મોદીએ 109 એમ્બ્યુલન્સ-12 લાખ વેક્સિનના ડોઝ ભેટમાં આપ્યા

પીએમ શેખ હસીનાએ પીએમ મોદીને સોના અને ચાંદીના સિક્કા આપ્યા

ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાંચ મહત્વની સમજુતી પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી શેખ હસીનાની હાજરીમાં બન્ને દેશો વચ્ચે સમજુતી થઈ છે. દ્વિપક્ષીય વાર્તા બાદ બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ભારતની વધુ ભાગીદારીનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાથે બન્ને દેશો વચ્ચે હલ્દીબાટી-ચિલઘાટી રેલ રૂપ પર નવી મિતાલી એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જાહેરાત થઈ છે. આ ટ્રેન ઢાકા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે ચાલશે.

સાથે બાંગ્લાદેશમાં ભારતીય સેનાના શહીદોની સ્મૃતિમાં એક સ્મારક બનાવવાના કામનું પણ બન્ને પ્રધાનમંત્રીઓએ ઉદ્ઘાટન કર્યુ છે.

ટ્રેડ અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ભારત કઈ રીતે બાંગ્લાદેશનો સહયોગ કરશે તેને લઈને પણ સમજુતી થઈ છે.

રધાનમંત્રી મોદીએ ભારત તરફથી બાંગ્લાદેશના પીએમને 109 એમ્બ્યુલન્સ અને 12 લાખ કોરોના વેક્સિનના ડોઝ ભેટમાં આવ્યા છે. તો બાંગ્લાદેશી પ્રધાનમંત્રીએ મોદીને એક ઘડિયાળ સહિત અન્ય વસ્તુ ભેટમાં આપી છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીને સોના અને ચાંદીના સિક્કા આપ્યા જે બંગબંધુ શેખ મુજીબુર રહમાનના જન્મ શતાબ્દી પર જારી કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ પર જારી થયેલો એક ચાંદીનો સિક્કો પણ પીએમ મોદીને ભેટમાં આપ્યો છે.

પ્રધાનમંત્રી મોદી  બાંગ્લાદેશની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે.

(12:09 am IST)