Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોલકાતા, મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરોના લોકો ત્રણ ગણી ઘાતક ગરમીનો સામનો કરવા મજબૂર બનશે

ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોમાં ભીષણ હીટ વેવનું પ્રવર્તી શકે વિજ્ઞાનીઓની ચેતવણી

નવી દિલ્હી : આવનારા દાયકાઓમાં ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોમાં ભીષણ હીટ વેવનું પ્રવર્તી શકે છે. જળવાયુ પરિવર્તન વચ્ચે તાપમાનને 1.5 ટકાની સપાટીએ જાળવવાનો લક્ષ્‍યાંક હોવા છતાં વિજ્ઞાનીઓ ઉપરોક્ત ચેતવણી આપી રહ્યા છે.

અમેરિકાની ઓક રિજ્ડ નેશનલ લેબોરેટરી સહિતની સંસ્થાઓના વિજ્ઞાનીઓનું કહેવું છે કે, ભીષણ ગરમીનું પ્રમાણ એટલું ઊંચું થઈ જશે કે ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમ જ કાંઠા વિસ્તાર જેવા સૌથી વધુ ખેત ઉત્પાદક વિસ્તારોમાં ખેતરોમાં કામ કરવું પણ બિનસલામત બની જશે. કોલકાતા, મુંબઇ અને હૈદરાબાદ જેવા શહેરો પણ હીટ વેવનો સામનો કરશે.

જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલના જણાવ્યા મુજબ તાપમાન સ્તરમાં બે ડિગ્રી જેટલો વધારો પણ લોકોને હાલના મુકાબલે ત્રણ ગણી ઘાતક ગરમીનો સામનો કરવા મજબૂર કરશે.

દક્ષિણ એશિયાનું ભાવિ તેથી ડામાડોળ જણાય છે. તેને કારણે જીવનશૈલીઓ જ બદલાઈ જશે. જળવાયુ પરિવર્તનને પરિણામે તાપમાન કદાચ 1.5 ડિગ્રી જેટલું ઊંચું જાય તો પણ પ્રદેશ પર તેની ગંભીર અસરો જોવા મળી શકે છે.

આ સ્થિતિને ખાળવા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ખૂબ જ નિયંત્રણમાં લેવાની આવશ્યકતા છે. સ્થિતિની સમીક્ષા કરનારા વિજ્ઞાનીઓ ભાવિ વસતી સંખ્યા, ભાવિ તાપમાનની સપાટી વગેરેને ધ્યાને લઈને આ ચેતવણી આપી છે.

(11:53 pm IST)