Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભારત-બાંગ્લાદેશનો સબંધ મનથી મનનો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મતુઆ સમુદાયના મંદિરે જઈને દર્શન કર્યા : મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીમાં વોટ બેન્કની રીતે મહત્વ ધરાવે છે, બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષે શુભેચ્છા પાઠવી

ઢાકા, તા.૨૭ : પીએમ મોદી બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસે છે.આજે બીજા દિવસે તેમણે બાંગ્લાદેશના ઓરાકાંડી ખાતે આવેલા મતુઆ સમુદાયના મંદિરે જઈને દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી.

ઓરાકાંડી જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કેટલાય વર્ષોથી હું અવસરની રાહ જોઈ રહ્યો હતો. ૨૦૧૫માં જ્યારે હું બાંગ્લાદેશ આવ્યો હતો ત્યારે અહીંયા દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જે આજે પુરી થઈ છે.મને યાદ છે કે પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયાની જ્યારે મેં મુલાકાત લીધી હતી ત્યારે મને ઘરના સભ્ય જેવો પ્રેમ મળ્યો હતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રીય પર્વે હું ૧૩૦ કરોડ ભારતીયો તરફથી તમારા માટે પ્રેમ અને શુભેચ્છાઓ લઈને આવ્યો છું.તમને બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષની શુભેચ્છાઓ.ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો સબંધ મન થી મન વચ્ચેનો અને લોકોથી લોકો વચ્ચેનો છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારત અને બાંગ્લાદેશ પોતાની પ્રગતિ થકી દુનિયાને પણ આગળ વધતી જોવા માંગે છે.બંને દેશો દુનિયામાં સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઈચ્છે છે. શિક્ષણ મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશ ચંદ્ર દેવજીએ આપ્યુ હતુ.દલિત અને પિડિત સમાજને એક કરવામાં તેમના ઉત્તરાધિકારી ગુરુચંદ્ર ઠાકુરજીની પણ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પીએમે મંદિરમાં એવા સમયે પૂજા કરી છે જ્યારે બંગાળમાં ચૂંટણી યોજાઈ રહી છે.મતુઆ સમુદાય બંગાળની ચૂંટણીમાં વોટ બેક્નની રીતે ભારે મહત્વ ધરાવે છે.

(8:32 pm IST)