Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અંતે એર ઇન્ડિયાને વેચી નાખવાનો નિર્ણય: 100% ખાનગીકરણ કરવાની જાહેરાત કરતા હરદીપસિંહ પુરી: નવી બીડ મંગાશે

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આજે શનિવારે જાહેરાત કરી હતી કે એર ઇન્ડિયા સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે અને ઉમેર્યું હતું કે અમારી પાસે  પસંદગી ફક્ત ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા એરલાઇન કંપનીને બંધ કરવા વચ્ચે છે.

 “અમે નક્કી કર્યું છે કે એર ઇન્ડિયાનું 100% ખાનગીકરણ કરવામાં આવશે.  પસંદગી  ડિસઇન્વેસ્ટમેન્ટ અને બંધ થવાની વચ્ચે છે.  એર ઇન્ડિયા એ પ્રથમ સ્તરની સંપત્તિ છે પરંતુ તેના ઉપર ૬૦ હજાર કરોડ રૂ.નું દેવું છે.  આપણે સ્લેટ સાફ કરવાની જરૂર છે. ”હરદીપસિંહ પુરીએ કહ્યું.
 કેન્દ્રીય પ્રધાને શુક્રવારે કહ્યું હતું કે સરકાર એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની નવી સમયરેખા પર વિચાર કરી રહી છે અને આગામી દિવસોમાં નાણાકીય બિડ મંગાવવામાં આવશે.

(8:29 pm IST)