Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એર ઈન્ડિયા પર ૬૦૦૦૦ કરોડનું દેવું, વેચવી જ પડશે

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની એર ઈન્ડિયા અંગે સ્પષ્ટ વાત : એર ઈન્ડિયાનું ૧૦૦ ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે, કારણ કે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી

નવી દિલ્હી, તા.૨૭ : કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યુ છે કે, એર ઈન્ડિયાનુ ૧૦૦ ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે.કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યુ હતુ કે, એર ઈન્ડિયા ફર્સ્ટ ક્લાસ સંપત્તિ છે પણ કંપની પર ૬૦૦૦૦ કરોડ રુપિયાનુ દેવુ છે. સ્થિતિમાંથી બહાર આવવુ પડશે.ગઈ બેઠકમાં નક્કી કરાયુ હતુ કે, જેમણે પણ એર ઈન્ડિયા માટે બોલી લગાવી છે તેમને ૬૪ દિવસનો સમય આપવામાં આવશે. વખતે સરકાર સંપૂર્ણ રીતે એર ઈન્ડિયાને વેચવા માટે કટિબધ્ધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણનો સવાલ નથી.એર ઈન્ડિયા માટે બોલી લગાવનારાઓમાંથી ટાટા ગ્રૂપ તેમજ સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.સૂત્રોના કહેવા પ્રમાણે હવે તેમણએ ફાઈનાન્સિયલ બિડ સરકારને આપવી પડશે.જેમાં તેમણે કહેવુ પડશે કે એર ઈન્ડિયાનુ જે દેવુ છે તે પૈકી કેટલુ દેવુ તેઓ લેવા માટે તૈયાર છે અને કેટલુ એડવાન્સ પેમેન્ટ કરવા માંગે છે.બેમાંથી જે પણ વધારે ઈકોનોમિક વેલ્યૂ આપવા માટે તૈયાર હશે તેના નામે એર ઈન્ડિયા થશે.ખરીદનારાએ એર ઈન્ડિયાની જે એન્ટરપ્રાઈઝ વેલ્યૂ છે તેના ૧૫ ટકા કેશમાં પેમેન્ટ કરવુ પડશે.બાકીની રકમ લોન તરીકે રાખવાનો વિકલ્પ પણ હશે.

(7:39 pm IST)