Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ લાગુ પડશેઃ પીએફના વ્‍યાજ-સેલેરી કોડ-પોસ્‍ટ ઓફિસ ટ્રાન્‍ઝેકશન સહિતની બાબતોમાં ફેરફાર થશે

નવી દિલ્હીઃ એક એપ્રિલથી દેશના નાગરિકો ખાસ કરીને પગારદાર વર્ગ માટે ઘણા નિયમો બદલાઇ રહ્યા છે. જેની સીધી તેમના ખિસ્સા પર અસર થશે. 31 માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. તેના બીજા દિવસ એટલે કે 1 એપ્રિલથી નવું નાણાવર્ષ લાગી જશે. તેની સાથે જ PFમાં વ્યાજ, સેલેરી કોડ, પોસ્ટ ઓફિસ ટ્રાન્ઝેકશન સહિત ઘણી બાબતોમાં નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે.

EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સ

બજેટ 2021-22માં એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ(EPF)માંથી મળતા વ્યાજ પર ટેક્સની જોહેરાત કરવામાં આવી હતી. હવે એક નાણાવર્ષમાં 5 લાખ સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. તેનાથી વધારે રોકાણ કરવા પર એડિશનલ અમાઉન્ટ પર ઈન્ટ્રેસ્ટથી થતી આવક પર ટેક્સ લાગશે. બજેટમાં પહેલાં આ મર્યાદા 2.5 લાખ રુપિયાની હતી. પરંતુ પાછળથી 5 લાખ કરવા અંગેની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હતી.

નવો વેજ કોડ લાગુ થશે

1 એપ્રિલથી સેલરીનો નવો વેજ કોડ લાગુ થશે. જેથી પગારદાર વર્ગની સેલરીમાં ફેરફાર થશે. નવા વેજ કોડ પ્રમાણે ઓન હેન્ડ મળતી સેલરીમાં વેતનનો હિસ્સો 50% હોવો જોઈએ. એટલે કે બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ એલાઉન્સ એમ કુલ મળતી સેલરી તમારી કુલ સેલરીના અડધી હોવી જોઈએ. એટલે કે 1 તારીખથી તમારી સેલરીના સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે.

પોસ્ટ ઓફિસ ખાતામાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જ

હવેથી પોસ્ટ ઓફિસ ખાતું જો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)માં છે તો 1 એપ્રિલ 2021થી પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા સિવાય આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AEPS) પર ચાર્જ આપવો પડશે. આ ચાર્જ ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા બાદ લેવામાં આવશે.

રિટર્ન ફાઇલ નહીં કરવા પર બમણો TDS

એક એપ્રિલ( Changes from 1st April)થી રિટર્ન ફાઇલ નહીં કરવા બદલ બમણો ટીડીએસ લાગશે.સરકારે ITR ફાઈલ નહીં કરનારા લોકો માટે નિયમ કડક કર્યા છે. તેના માટે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 206ABને ઉમેરી છે. નવા નિયમ મુજબ ઈન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરનારાને ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TCL દર પણ 5-10%ને બદલે 10-20% થશે.

75 વર્ષથી વધુનાને રિટર્નમાંથી મુક્તિ

1 એપ્રિલ 2021થી 75 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગિરકોને ITR ફાઈલ નહીં કરવું પડે. આ છૂટ તે સિનિયર સિટીઝનને આપવામાં આવી છે જે પેન્શન અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ પર આશ્રિત છે. ​​​​​​​​​​​​​​

ITRની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ

કર્મચારીની સુવિધા માટે અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રકિયાને સરળ બનાવવા માટે ઈન્ડિવિડ્યુઅલ ટેક્સપેયર્સને હવે 1 એપ્રિલ 2021થી પ્રી-ફિલ્ડ ITR ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી ITR ફાઈલ કરવાનું સરળ થઈ જશે.

કારમાં ડ્રાઇવરની બાજુની સીટે પણ ડ્યુઅલ એરબેગ

1 એપ્રિલથી પેસેન્જર કારમાં સેફ્ટી ધોરણો બદલાઈ રહ્યા છે. હવે ડ્રાઈવરની સાથે સાથે બાજુની સીટ માટે પણ એરબેગ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

(6:44 pm IST)