Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મને કહે છે બાંગ્લાદેશથી લોકોને લાવી ઘુષણખોરી કરાવું છું અને પોતે(નરેન્દ્રભાઈ) બાંગ્લાદેશ જઈને "મત માર્કેટિંગ" કરી રહ્યા છે: મમતા બેનર્જી

કોલકાતા: ખડકપુર ખાતે મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર આકરા પ્રહારો કરતા જણાવેલ કે અહીં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તેઓ-વડાપ્રધાન બાંગ્લાદેશમાં જઈને બંગાળ વિશેની વાતો કરી રહ્યા છે. ચૂંટણીના કોડ ઓફ કન્ડક્ટનું આ સંપૂર્ણ ઉલ્લંઘન છે.

મમતાએ કહ્યું હતું કે કેટલીકવાર નરેન્દ્રભાઈ એવું કહે છે કે મમતા બાંગ્લાદેશથી લોકોને લઈ આવી ઘુષણખોરી કરાવે છે પરંતુ તેઓ-નરેન્દ્રભાઈ પોતે બાંગ્લાદેશ "વોટ માર્કેટિંગ" માટે ગયા છે. પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી આજે આકરા પાણીએ જોવા મળ્યા.

મમતા જી એ કહેલ કે ભાજપ રેલવે કર્મચારીઓ ને ધમકાવે છે પરંતુ અમે તેમને  હાંકી કાઢવામાંથી રક્ષણ કરીશું.

અમિતભાઈ શાહ તેમના મનમાં શુ સમજે છે ? જાઓ તમે દેશ સંભાળો, અમે બંગાળ સંભાળી રહ્યા છીએ.

(4:31 pm IST)